PM મોદીના અહંકારે જવાનને ખેડૂત વિરુદ્ધ ઉભો કરી દીધોઃ રાહુલ ગાંધી

PC: twitter.com/RahulGandhi

કૃષિ બીલ-2020ના વિરોધમાં લાંબા સમયથી આંદોલન કરી રહેલા ખેડુતોને મામલે  હવે રાજકારણ વધું ગરમાયું છે, કારણ કે ખેડુતો હવે દિલ્લીમાં પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે કોંગ્રેસે ખેડુતોના મામલે કેન્દ્ર સરકારનો ઘેરાવ કર્યો હતો. જયાં એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડુતો વિરુદ્ધ સરકારના એકશનને મોદીનો અહંકાર બતાવ્યો તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે બીજેપી સરકાર અબજપતિ મિત્રો માટે લાલ જાજમ બિછાવે છે. પરંતુ જો ખેડુતો દિલ્લી આવે તો તેમના માટે રસ્તા ખોદી નાંખવામાં આવે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું, રાહુલે ટવીટ કરીને કહ્યું હતું કે, એકદમ દુખદ તસ્વીર છે, આપણો નારો તો જય જવાન જય કિસાનનો છે, પરંતુ પીએમ મોદીના અંહકારે જવાનને કિસાનની સામે ઉભો કરી દીધો છે.

તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બીજેપી સરકારમાં દેશની વ્યવસ્થા જુઓ, જયારે બીજેપીના અજબપતિ મિત્રો દિલ્લી આવે છે ત્યારે એમના માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે.પરંતું ખેડુતો માટે દિલ્લીના રસ્તા ખોદી નાંખવામાં આવે છે.પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે, ખેડુતોના વિરોધમાં કાયદો બનાવે એ ઠીક,પરંતુ સરકારને પોતાની વાત કહેવા માટે ખેડુતો દિલ્લી આવે તે ખોટું?

કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ ટિકરી અને સિંધુ બોર્ડર પર ડેરા તંબુ તાણી દીધા છે. જો કે પંજાબથી દિલ્લી આવેલા ખેડુતોને બુરાડીના નિરંકારી મેદાન પર પ્રદર્શન કરવાની સંમતિ આપવામાં આવી છે. ખેડુતો માટે રહેવાની અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્લી ટિકરી અને સિંધુ બોર્ડર પર હજુ ઘણા ખેડુતો રોકાયેલા છે, જયારે કેટલાંક ખેડુતો નિરંકારી મેદાનમાં આવી ગયા છે.

લાગે છે કે ખેડુતો આંદોલન માટે મક્કમ છે, પંજાબથી દિલ્લી આવેલા ખેડુતોએ કહ્યું હતું કે, જયાં સુધી કૃષિ કાયદાને પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલું જ રહેશે. અહીં અમે લાંબી લડાઇ લડવા માટે ભેગા થયા છે.આંદોલનમાં ભાગ લઇ રહેલા એક ખેડુતે કહ્યું કે અમે પાછળ હટવાના નથી, 6 મહિના સુધીનું રાશન અમે લઇને આવ્યા છીએ. અમારું આંદોલન ચાલું જ રહેશે.

ઉત્તર પ્રદેશના ભારતીય કિસાન યુનિયને પણ દિલ્લી તરફ પ્રયાણ કર્યું છે. કિસાન યૂનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર ખેડુતોની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નિવડી છે. અમે પંજાબથી દિલ્લી આવેલા ખેડુતોના સમર્થનમાં દિલ્લી જઇ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp