જ્યારે-જ્યારે અહંકાર સામે સત્ય ટકરાય છે ત્યારે ત્યારે હારે છે, રાહુલનું ટ્વીટ

PC: aajtak.in

પંજાબનો ખેડુતોનો કાફલો હવે દિલ્લી પહોંચી ચુકયો છે. સરકારની પરવાનગી મળ્યા પછી કિસાન ટેકરી બોર્ડરથી દિલ્લીની સીમામાં પ્રવેશી ગયા છે.કૃષિ કાનૂન-2020ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ખેડુતોની માગ સ્વીકારવી પડશે અને આ કાળો કાયદો પાછો લેવો પડશે. રાહુલે વડાપ્રધાન મોદી પર સીધું નિશાન તાક્યું હતું. કોંગ્રેસ શરૂઆતથી કૃષિ કાનૂન 2020નો વિરોધ કરી રહ્યું છે.દિલ્લી પોલીસે ખેડુતોને એક મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે, પણ ખેડુતો આ મેદાન છોડીને અન્ય વિસ્તારમાં નહીં જઇ શકે. મોટા પાયે પોલીસ કાફલો મેદાનમાં ખડકી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં ટવીટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાને યાદ રાખવું જોઇતું હતું કે જયારે જયારે અહંકાર સત્યથી ટકરાઇ છે, ત્યારે પરાજિત થાય છે. સત્યની લડાઇ લડી રહેલા ખેડુતોને દુનિયાની કોઇ સરકાર રોકી શકે તેમ નથી. મોદી સરકારે ખેડુતોની માંગ માની લેવી જોઇએ અને કાળા કાયદાને પરત લેવો જોઇએ. આ તો હજુ શરૂઆત છે એમ રાહુલે ટવીટમાં કહ્યું.

બીજી તરફ ખેડુતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે રાજય સરકાર પાસે 9 સ્ટેડીયમમાં કામચલાઉ જેલ ઉભી કરવાની પરવાનગી માંગી હતી, જે કેજરીવાલ સરકારે નકારી હતી.

પંજાબથી નિકળેલા ખેડુતો હરિયાણાના રસ્તે દિલ્લી આવ્યા હતા. મોડી રાત સુધીમાં ખેડુતો પાનીપત પહોંચી ગયા હતા. એ પછી દિલ્લીની બોર્ડરમાં પ્રવેશ કર્યો હતો.શુક્રવારે સવારે પોલીસ અને ખેડુતો વચ્ચે સિંધુ બોર્ડર પર ઝપાઝપી પણ થઇ. પોલીસ ખેડુતોના પાછા જવા કહી રહી હતી. પણ બબાલ વધવાને કારણે ખેડુતોને દિલ્લીના બુરાડીમાં આવેલા નિરંકારી મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે.જો કે ખેડુતો નિરંકારી મેદાન છોડીને કોઇ પણ અન્ય વિસ્તારમાં જઇ શકશે નહીં. પોલીસ ખેડુતોની સાથે જ રહેશે.આ મેદાન પર દિલ્લી પોલીસે મોટો કાફલો ખડકી દીધો છે.

દિલ્લીમાં કોંગ્રેસ અને આદ આદમી પાર્ટી બનેં ખેડુતોના આંદોલનને સમર્થન આપી રહ્યા છે એટલે દિલ્લીમાં રાજકારણ ગરમાયું છે પણ તેમાં પોલીસની ખો નિકળી જવાની  એ વાત નક્કી છે.ખેડુતોની ચાલી રહેલી લાંબી લડતને કારણે રેલ સેવા પણ મોટા પાયે પ્રભાવિત થઇ છે.અનેક ટ્રેનોને રોજે રોજ રદ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp