કૃષિ કાયદા પાછા લેવાથી મિશન UP બંધ થશે નહીં, અમને મવાલી પણ કહેવાયાઃ ટિકૈત

PC: tesman.com

પ્રધાનમંત્રી મોદીએ ગુરુનાનક જયંતિના અવસરે ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી. તેની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, મેં ક્યારેય વિચારેલું નહીં કે પ્રધાનમંત્રી કાયદો પાછો ખેંચી લેશે. મિશન યૂપી ચાલતું રહેશે. 22 નવેમ્બરના રોજ લખનૌમાં પંચાયત થશે. અમારા વિરોધમાં કાર્ટૂન બનાવવામાં આવ્યા. અમને મવાલી પણ કહેવામાં આવ્યા. આ બધી બાબતો પંચાયતમાં રજૂ કરીશું.

ખેડૂતો સાથે સરકાર વાતચીત કરે. તેનાથી જ સમાધાન નિકળશે. તેમણે કહ્યું કે અમારા ધરણા કોઇ રાજકીય પાર્ટીના કહેવાથી ન તો ચાલશે કે ખતમ થશે. MSPની ગેરેન્ટી પણ એક મુદ્દો છે. આજે સંયુક્ત મોરચાની મીટિંગમાં નિર્ણય થશે કે શું કરવાનું છે? આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાકેશ ટિકૈતે મિશન યૂપીનો ઉલ્લેખ કર્યો હતો. કોઇપણ સરકાર જો ખોટું કામ કરશે તો તેની સામે આંદોલન ચાલશે. અમે નાગરિકોને અમારા મુદ્દા જણાવીશું. અમે જનતાની વચ્ચે જશું અને વાતચીત કરીશું.

કેન્દ્રની મોદી સરકારે 3 વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય લઇ લીધો છે. પોતે પ્રધાનમંત્રીએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. આ કાયદાઓને જૂન 2020માં સૌથી પહેલા અધ્યાદેશ તરીકે લાગૂ કરવામાં આવ્યા હતા. આ અધ્યાદેશનો પંજાબમાં ત્યારથી જ વિરોધ શરૂ થઇ ગયો હતો.

ત્યાર પછી સપ્ટેમ્બરના મોનસૂન સત્રમાં આ બિલ સંસદના બંને સદનોમાં પાસ કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ ખેડૂતોનો વિરોધ વધુ તીવ્ર બની ગયો. ત્યારથી પંજાબ-હરિયાણાથી શરૂ થયેલું ખેડૂત આંદોલન 26 નવેમ્બર 2020 સુધીમાં દિલ્હી સીમા પર પહોંચી ગયું અને આજ દિન સુધી ત્યાં ઘણાં સ્થળોએ ખેડૂતો મોજૂદ છે અને આંદોલન મોટું રૂપ લઇ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp