રાકેશ ટિકેતને મળશે આંતરરાષ્ટ્રીય સન્માન 21મી સદીના આઇકોન પુરસ્કાર માટે પસંદગી

PC: timesofindia.indiatimes.com

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા સામે શરૂ થયેલા ખેડુત આંદોલનમાં સૌથી મોટો ચહેરા તરીકે ઉપસી આવેલા ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ રાકેશ ટિકેતને આંતરાષ્ટ્રીય સન્માન મળવાનું છે. લંડનની સ્કેવર વોટરમેલન કંપની દ્રારા દર વર્ષે આપવામાં આવતા 21મી સદીના આઇકોન પુરસ્કારની અંતિમ યાદીમાં રાકેશ ટિકેતનું નામ સામેલ કરવામાં આવ્યું છે.  ભારતીય કિસાન યૂનિયનના ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ રાજવીર સિંહે કહ્યું કે 10મી ડિસેમ્બરે ટિકેતને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

 ખેડુત આંદોલનના લગભગ એક વર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમા જ વિવાદીત કૃષિ કાયદાને પરત લઇ લેવાની જાહેરાત કરી હતી. જો કે આમ છતા ખેડુત આંદોલન હજુ સમાપ્ત થયું નથી. ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ અને ખેડુતો, આંદોલન દરમ્યાન મોતને ભેટેલા ખેડુતોના પરિવારોને વળતરની માંગ કરી રહ્યા છે અને પાકના મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)ની કાનૂની ગેરંટી આપવાની માંગ કરી રહ્યા છે.

ભલે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હોય, પરંતુ ખેડુતો હજુ પણ દિલ્હીની સરહદો પર અડીખમ બેસીને સરકાર સાથે આરપારની લડાઇ લડી રહ્યા છે.રાકેશ ટિકેતે જાહેરાત કરી હતી કે સરકાર એમએસપી પર કાયદાકીય ગેરંટી આપે પછી ખેડુતો આંદોલન સમેટવાનું વિચારશે.

 આમ તો જયારથી ખેડુત આંદોલન શરૂ થયું ત્યારથી દેશભરમાં અને વિદેશમાં પણ રાકેશ ટિકેતનો એક મોટા ખેડુત નેતા તરીકે ઉભરીને સામે આવ્યો હતો. લગભગ 1 વર્ષથી દિલ્હીની સરહદો પર કડકડતી ઠંડી હોય, વરસાદ હોય કે કાળઝાળ ગરમી હોય ખેડુતો મોટી સંખ્યામાં આંદોલન માટે અડીખમ રહ્યા હતા. રાકેશ ટિકેત સામે આંદોલન દરમ્યાન વિદેશી ફંડ મેળવવાનું, વિદેશી તાકાત સાથે હોવાનું કે ખાલિસ્તાન સાથે જોડાણ હોવાના અનેક આરોપો પણ લાગ્યા , પરંતુ ખેડુતોનું આંદોલન તુટ્યું નહીં.

 જેમને ઇન્ટરનેશનલ સન્માન મળવાનું છે તેવા રાકેશ ટિકેત જાણીતા નેતા મહેન્દ્ર ટિકેતના બીજા નંબરના પુત્ર છે. રાકેશ ટિકેતના ભાઇનું નામ નરેશ ટિકેત છે. રાકેશ ટિકેતનો જન્મ જૂન 4 1969માં ઉત્ત્ર પ્રદેશના મુઝફફરનગર જિલ્લાના સિશૌલી ગામમાં થયો હતો. રાકેશ ટિકેટ અત્યારે ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા અને પ્રમુખ છે.

 આ પહેલાં લંડનની સ્કેવર વોટરમેલન કંપની પ્લેબેક સિંગર સોનુ નિગમ, શંકર મહાદેવન, ફેશન માટે રાઘવેન્દ્ર રાઠોડને ટેકનિકલ ફિલ્ડ માટે ધીરજ મુખરજીને આઇકોન એવોર્ડ આપી ચૂકી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp