3.50 લાખ ખેડુતો પરનો ટેક્સ દુર કરો: પ્રવિણ તોગડીયા

વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ સુરત ખાતે જણાવ્યું કે સરકારે ખેડુતોની સહકારી મંડળીઓ પર ટેક્સ નાંખી દીધો છે. શેરડી પકવતા 3.50 લાખ ખેડુતો પરનો ટેક્સ દુર કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે ખેત ઉત્પાદન પર ટેક્સ નથી ત્યાં ખેડુતો પર 3200 કરોડનો ટેક્સ નાંખી દેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે આ ટેક્સ પાછો ખેંચવો જોઈએ. દક્ષિણ ગુજરાતનાં 3.50 લાખ ખેડુતો પર ટેક્સ નાંખી દેવામાં આવ્યો છે તે ટેક્સને દુર કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે ખેડુતોને કપાસ અને મગફળીનાં 20 કિલોનાં 1500 રૂપિયા મળવા જોઈએ. ખેડુતોને દોઢ ગણો મૂલ્ય મળે તે જરૂરી છે. ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે. ગુણવત્તાયુક્ત સસ્તું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. 20 લાખ કરતાં વધુ યુવા બેરોજગારો છે. તેમને રોજગારીની તકો મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.