સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની જમીન માપણીમાં કેટલીક ક્ષતિઓ આવતા ખેડૂત પરેશાન

PC: India Housing.com

રાજ્ય સરકારે ખેડૂતોની જમીનની ભૂગર્ભ સેટેલાઈટ સરવે કરી ડિજિટલ કરવામાં આવી હતી પરંતુ સરવે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતોએ સરવે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માગણી કરેલી હોવા છતાં હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારે ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઈટ સરવે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ સરવે દરમિયાન જિલ્લામાં અનેક ખેડૂતોને જમીન માપણીમાં ક્ષતિઓ આવી હતી. એક જ સરવે નંબરમાં આવેલી જમીનોમાં એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના નામે થઈ ગઈ હોવાથી ખેડૂતોએ સરવેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા લેન્ડ રૅકર્ડ વિભાગમાં લેખિત અરજીઓ કરી ક્ષતિના નિવારણ માટે રિ-સરવેની માગણી કરી છે. 2016ના વર્ષમાં કરવામાં આવેલી લેખિત રજૂઆતનો કોઈ નિવેડો ના આવવાથી ખેડૂતોએ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં 2011ના વર્ષમાં ભૂગર્ભ સેટેલાઈટ માપણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 710 ગામોના ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવામાં આવ્યા હતા. પરંતુ અનેક ખેડૂતોના દસ્તાવેજોમાં ક્ષતિઓ સર્જાઈ છે, જેમા 2016ના વર્ષમાં પ્રમોગેશન થયું હતું અને ખેતીના 7/12 અને 8-અના ઉતારામાં જમીનના નકશાનો સમાવેશ પણ કરાયો હતો. જોકે તેમાં ક્ષતિઓ હોવાથી જિલ્લાની 19,440 જેટલી ક્ષતિઓ દૂર કરવા માટેની વાંધા અરજીઓ આવી હતી. તેમાંથી ત્રણ વર્ષની કામગીરીમાં માત્ર 9,000 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. હજુ 10,000 જેટલી વાંધા અરજીઓ પેન્ડિંગ છે, ત્યારે સરકારના આદેશ અનુસાર 31 ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની છે, જો કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી હોય તો 80 કર્મચારીઓની વધારાની નિમણૂકની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp