200 ગામની લડત શરુ થઈ અને એ પણ દુરદર્શનના કાર્યક્રમો માટે

PC: airddfamily.blogspot.com

ખંભાતના 200 ગામના લોકો રાજકીય લડતના મંડાણ કરી રહ્યાં છે. તેઓ કેન્દ્ર સરકારની અવળી નીતિના વિરોધમાં આંદોલન કરવા જઈ રહ્યાં છે. કેટલાંક સરપંચોએ ગુજરાત સરકારને પણ જાણ કરી છે કે તેમને જે સુવિધા મળતી હતી તે કેમ બંધ કરી રહ્યાં છો. ખંભાત અને આસપાસના 200 ગામોને દૂરદર્શન રીલે કેન્દ્ર દ્વારા મફતમાં કાર્યક્રમો જોવા મળતા હતા હવે 31મી જાન્યુઆરીથી દૂરદર્શનું આ કેન્દ્ર બંધ કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. જેની સામે સરપંચોએ સહી ઝૂંબેશ શરૂ કરીને આવેદન પત્ર તૈયાર કરી રહ્યાં છે કે દૂરદર્શનું કેન્દ્ર ચાલુ રાખવામાં આવે. તેઓ માંગણી કરી રહ્યાં છે કે ખંભાત કેન્દ્ર ડીજિટલ ટ્રાન્સમીશન અને આકાશવાણી કેન્દ્રમાં તેને ફેરવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.