ચૂંટણીલક્ષી જાહેરાત: ખેડૂતોની લોનના વધારાનો એક ટકા વ્યાજ માફ

PC: blogspot.in

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભાજપના પેઝ પ્રમુખના કાર્યકર્તા સંમેલનમાં જાહેરાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં 25 લાખ ખેડૂતોને લોન ઉપરના વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર પર તેનું વ્યાજ ભરશે. ખેડૂતોએ લોન ઉપરનું વ્યાજ ભરવું હાલ ખેડૂતોએ બે ટકા વ્યાજ ભરવાનું થાય છે. કૂલ સાત ટકા વ્યાજ માંથી ત્રણ ટકા કેન્દ્ર સરકાર અને બે ટકા રાજ્ય સરકાર સબસાડી આપે છે. અને ખેડૂતોએ 2 ટકા વ્યાજ ભરવું પડે છે. આમ સાત ટકા વ્યાજ માંથી પાંચ ટકા હાલ માફી મળે છે તેમાં હવે બે ટકા વધારા સાથે ખેડૂતોએ કોઈ વ્યાજ ભરવું નહીં પડે. રૂ.700 કરોડની વ્યાજ માફ કરાશે. હાલ સરકાર રૂ.600 કરોડ વ્યાજ માફ કરે છે. હવે તેમાં રૂ.100 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે.

હકીકત એવી છે કે ખેડુતો 365 દિવસ લોન ભરે છે અને સાત ટકા વ્યાજ વસુલવામાં આવે છે. બેંક વીમાની રકમ પણ કાપી લે છે. ત્યાર પછી ત્રણ કે ચાર મહિને ખેડૂતેને વ્યાજ મળે છે.  કેન્દ્ર સરકાર 4 ટકા રાજ્ય સરકરા 2 એમ છ ટકા અને ખેડૂતોએ એક ટકો ભરવાનું હોય છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે જાહેરાત કરી છે તે અર્ધ સત્ય છે. ખરેખર સ્થિતી આ પ્રમાણે છે. મુખ્યમંત્રીની જાહેરાતને ચૂંટણીલક્ષી માનવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp