કૃષિ કાયદા રદ્દ કરવાના નિર્ણય પર સોનૂ સૂદ સહિતના સ્ટાર્સે આપી આ પ્રતિક્રિયા

PC: opindia.com

છેલ્લાં 1 વર્ષથી દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવતા ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પર્વના દિવસે કૃષિ કાયદો રદ્દ કરીને ખેડૂતોને મોટી ભેટ આપી છે. દેશભરના ખેડૂતોમાં તો ખુશીની લહેર છે જ, પણ બોલિવુડ સેલિબ્રિટી પણ PM મોદીના આ નિર્ણય સામે પોતાની પ્રતિક્રિયા જાહેર કરી રહ્યા છે. બોલિવુડ અભિનેતા અને સમાજ સેવક સોનૂ સૂદ અને અભિનેત્રી તાપસી તપન્નુએ પણ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ સિવાય પણ અનેક સેલિબ્રિટીએ તેમના મત વ્યકત કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુરુ પર્વના દિવસે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી હતી. લાંબા સમયથી ચાલી રહેલા 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની PM મોદીએ જાહેરાત કરી. વડાપ્રધાને જેવું રાષ્ટ્રજોગ સંબોધનાં આ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો તેની સાથે જ આંદોલન કરી રહેલા ખેડૂતો ખુશીથી ઉછળી પડ્યા હતા.

એકટર સોનૂ સૂદે ટ્વીટ કરીને કહ્યું કે, આ એક અદ્ભૂત સમાચાર છે, PM મોદીને ધન્યવાદ. પોતાની માગ માટે શાંતિથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આભાર. સોનૂએ લખ્યું કે આશા રાખું છું કે ખેડૂતો હવે  ગુરુ પર્વના દિવસે ખુશી ખુશી પોતપોતાના ઘરે પરત જાય.

તાપસી પન્નુ એ કૃષિ કાયદાના સમાચારને શેર કરીને લખ્યું ગુરુ પર્વ દિયા સબ નૂ બધાઇયા. તો અભિનેત્રી રિચા ચઢ્ઢાએ લખ્યું કે તમે જીતી ગયા, તમારી જીતમાં બધાની જીત છે.

એકટ્રેસ શ્રુતિ શેઠે કહ્યું કે અનેક લોકોએ જાન ગુમાવી, આટલી મોટી કિંમત ચુકાવી છતા ખુશી છે કે ખેડૂતોએ શાંતિપૂર્વક આંદોલન કર્યું. જય જવાન, જય કિસાન.

અભિનેત્રી ગુલ પનાગે આભાર વ્યક્ત કરતા કહ્યું કે કાશ, આ આંદોલન આટલું લાંબુ નહીં ખેંચાતે, જેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા. પ્રદર્શનકારીઓને બદનામ કરવામાં આવ્યા. આને ભવિષ્યની સરકારો માટે સુધારાઓ લાવતી વખતે તમામ હિતધારકો સાથે જોડાવા માટે આ એક બોધપાઠ બની રહેશે. કાયદા ઘડનારાઓ માટે પણ આ એક બોધપાઠ છે કે ચર્ચા અને ચર્ચાની મિનિટોમાં કાયદો પસાર કરીને કાયદાકીય પ્રક્રિયાને બાયપાસ કરી શકાય નહીં. PM મોદીએ આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતપોતાના ઘરે જવા માટે અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp