ગુજરાતી યુવા ખેડૂતની સફળતા, પપૈયાનો છોડ રોપી કરી ધૂમ કમાણી

PC: dainikbhaskar.com

વિકસતી જતી ટેક્નોલોજીના સમયમાં ખેડૂતો પણ અપડેટ થઈ રહ્યાં છે અને ખેતી કરવામાં નિત-નવા ફેરફાર લાવી ધૂમ કમાણી કરી બીજા ખેડૂતોને બદલાવ લાવવા પ્રેરણા આપી રહ્યા છે. અમીરગઢ તાલુકાના રામપુરા ગામમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. આ યુવાન ખેડૂતે 7 હજાર આઇસ બેરી જાતના પપૈયાના છોડની ખેતી કરી છે. જેની પાછળ તેણે અંદાજે 13 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. આ ખેતી 18 માસની છે. જેમાં આટલા રૂપિયા ખર્ચ્યા બાદ તે વળતર રૂપે તે અંદાજે રૂ. 65 લાખ રૂપિયા કમાશે. આમ આ ખેડૂત પપૈયાની ખેતી પાછળ પાંચ ગણો નફો મેળવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પીનાભાઈ માળી નામના યુવાન ખેડૂત અત્યાર સુધી બટાકા, ફુલાવર, દાડમ, પપૈયાની સહિત અન્ય પાકોની ખેતી કરી સારો નફો રળી રહ્યો હતો પણ આ વખતે તેણે ખેતીમાં ફેરફાર લાવવા માટે 7 હજાર આઇસ બેરી જાતના પપૈયાના છોડની ખેતી કરી છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, 'મેં આઇસ બેરી જાતિના પપૈયા વાવ્યા છે. આ પપૈયું ખાવામાં ખૂબ જ મીઠું હોય છે. જેનું બિયારણ 6 થી 7 લાખ રૂપિયે કિલો વેચાય છે. મેં 600 ગ્રામ બિયારણ 3.30 લાખનું લાવ્યું હતું. જેમાં 7000 હજાર છોડ તૈયાર થયા છે. એક છોડ પાછળ રૂ. 100 થી 120 માવજત ખર્ચ થશે. એક છોડ પરથી 100 થી 120 કિલો ઉત્પાદન મળશે. પપૈયાની આ જાતમાં કોઈ વાઇરસ આવતો ન હોવાથી આ ખેતી ચિંતાનું કારણ નથી. પપૈયાની આ ખેતી 18 માસની છે. જેમાં અંદાજે રૂ. 13 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે અને અંદાજે રૂ. 65 લાખ ઉપરાંત નફો મળશે. આમ મને આ ખેતીથી 18 માસમાં 50 લાખ ઉપરાંત નફો મળે એવી આશા રાખું છું.'

પપૈયાની ખેતીના ઉત્પાદનમાં એક મણે 178રૂપિયાનો વેપાર થાય છે. જે આ ખેડૂતને ઘણો નફો રળી આપશે. તો હવે આ નવી પદ્ધિતિની આ ખેતી બીજાં ઘણાં ખેડૂતોને આ પ્રકારની ખેતી કરવા માટે ચોક્કસ પ્રોત્સાહન પૂરું પાડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp