જંતુનાશક દવાની જરૂર નથી, એવા જંતુઓ છે જે ખેતીને હાનિકારક જંતુને મારી નાંખે છે

PC: khabarchhe.com

જંતુનાશકોની ગુજરાતની ખેતી અને લોકો પર ભારે ખતરનાક વિપરિત અસર કરી રહી છે. જંતુનાશકોના અનેક વિકલ્પો આવી રહ્યાં છે. જેમાં એક જીવાત દ્વારા બીજી જીવાતને નિયંત્રીત કરવાની સાદી પદ્ધતિ ગુજરાતના અનેક ખેડૂતો અપનાવી રહ્યા છે.

ગુજરાતમાં કેટલીક લેબોરેટરી એવી બની છે કે જે જીવાત નિયંત્રક કૃમિ (EPN)બનાવે છે. કૃમિ આધારિત જૈવિક કીટકનાશક દવાઓ હવે વધી રહી છે.જીવાત નિયંત્રકોમાં પાઉડર, પ્રવાહી સ્વરૂપે મળે છે. જેમ કે નોમૂરિયા રીલે, મેટારીઝીયમ એનીસોપ્લી, બીવેરીયા બેઝીયાના, લેકાનીસીલીયમ લકાની, એન.પી.વી., અને બેસીલસ થરીન્જન્સીસ જેવા નામથી પાઉડર આવે છે.

કૃમિને ભેજવાળું વાતાવરણ વધારે અનુકુળ છે. જેમાં કેળ, દક્ષિણ ગુજરાત, જ્યાં નહેરો છે તેવા ભેજવાળા ખેતરોમાં કૃમિ સારી રીતે ઉછેરી શકાય છે. પણ ઊંચુ તાપમાન હોય તો કૃમિ અવળી અસર કરી બેસે છે. પોતે જ પાકને નુકસાન કરવા લાગે છે.

ઇયળો, ફૂદા, પતંગીયા, મુળની ઈયળના નિયંત્રણ માટે જીવાત નિયંત્રણ કૃમિ સારું કામ આપે છે. લીલી, કાબરી, હિરાદું ઇયળને કૃમિ ખાઈ જાય છે. કૃષિ વિભાગના અધિકારીના મતે આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પેસ્ટીસાઈડ રેસીડયુ લેબોરેટરીના ડો.આર. એલ. કલસરીયા કૃમિને ખેતરમાં કઈ રીતે વાપરવા તે અંગે ઊંડું સંશોધન કરી રહ્યાં છે.

88 વર્ષ પહેલા કેનેડામાં જૈવિક જીવાત નિયંત્રણ માટે વૈશ્વિક બેઠક મળી તેમાં કહેવાયું હતું કે જંતુનાશક દવાની જરૂર નથી. ખેતરોને નુકસાન કરતાં 98-99 ટકા કિટકોને મારીને ખેતરમાં ખાઈ શકે એવા દુશ્મન કીટકો હાજર કરી શકાય છે. જે કુદરત દ્વારા નિયંત્રીત હોય છે.

અનિવાર્ય દુષણ એવા રસાયણ દ્વારા કિટકોને મારવાના ખર્ચ સામે 5 ગણો નફો મળે છે. જ્યારે કદરતી રીતે કીટકો મારવાના ખર્ચની સામે 30 ટકા નફો મળે છે. 100 રૂપિયાના ખર્ચની સામે 3000 નફો મળે છે. ખેતીમાં કૃમિ, ફૂગ, વિષાણું, જીવાણું દ્વારા રોગ ફેલાય છે.

23 જાતના કૃમિઓ એવા છે કે જે પરજીવી છે. તે બીજા કિટકોને ખાઈ જાય છે. કેટલાંક કૃમિઓ યજમાન કિટકોને 1થી 4 દિવસમાં સાફ કરી નાંખે છે. કૃમિના આંતરડામાં સહજીવી જીવાણુંઓ હોય છે, જીવાણુંના જનનાંગો, નપુશંકતા, અંડાશય, ચરબી, વિકાસ, હોર્મોન્સ પર અસર કરે છે.

કૃમિ પોતે બીજા કિટકોમાં દાખલ થઈને બીજા કિટકોના રૂધિરાભિસરણ બગાડે, વંશવૃદ્ધિ અટકાવે, સેપ્ટીક અસર કરે છે. તેથી યજમાન કિટકોના મોત થાય છે. ખેડા અને દક્ષિણ ગુજરાતની ડાંગરની ગાભમારાની ઇયળમાં તેની અસર થાય છે.

કેટલાંક કૃમિ બીજા જીવોના શરીરમાં દાખલ થઈને કાણું પાડે છે. તેથી કિટકો નાશ પામે છે.34 કૃમિઓ એવા છે કે જે જીવાતના નિયંત્રણમાં કામ આવે છે. તેને ખેતરમાં લેબ બનાવીને જીવતા રાખી શકાય છે જ્યારે રોગ આવે ત્યારે તેને ખેતરમાં છોડી દાવામાં આવે છે. આવા કૃમિઓ માણસ, પશુ પર કોઈ અશર કરતા નથી. તે માટે ભેજ જાળવવો પડે છે.

પાકની તિરાડોમાં કિટકો સંતાયેલા હોય છે  ત્યારે તેના પર જંતુનાશક દવાની અસર થતી નથી. પણ આવા કિટકો ખાઈ જાય એવા કૃમિનો ઉપયોગ કરવામાં આવે તો તે કીરાડમાં કે ફળની અંદર જઈને તે કિટક ખાઈ જાય છે. કપાસના જીંડવા કે મકાઈના ડોડામાં ઈયળ હોય તો આવા કિટકો અંદર જઈને ખાઈ જાય છે.

મગફળી, કોળુ, ગાજર, બટાટા, બીટ જેવા કંદમૂળ કે મૂળને કોરી ખાતી જીવાતોમાં પણ આવા કૃમિઓનો સારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેવિક નિંયત્રક તરીકે કૃમિનો ઉપયોગ એવી જીવાતોનો ખાત્મો બોલાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જંતુનાશક દવાની કોઈ અસર ન થતી હોય. ફળ, મશરૂમ, ફૂલની અંદર રહેલા જીતોને મારવામાં કૃમિ સારી મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp