આ વ્યક્તિ 3 માળના ઘર પર ઓર્ગેનિક ખેતી કરીને કમાય છે વર્ષે રૂ.70 લાખ

PC: twitter.com/thebetterindia

આ સમય ઓર્ગેનિક ખેતીનો છે. એટલે કે, એવી રીતની ખેતી જેમાં કેમિકલ ફર્ટીલાઈઝર અને કિટનાશકનો ઉપયોગ કરવામાં નથી આવતો. એવા પ્રોડક્ટની બજારમાં ખૂબ જ વધારે ડિમાંડ છે. જો કે, ગ્રાહક પણ આના માટે સારી કિંમત આપવા માટે તૈયાર રહે છે. સ્પષ્ટ છે કે, આનો લાભ ખેડૂતોને થઇ રહ્યો છે, આ સંબંધમાં ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઓર્ગેનિક ફાર્મિંગથી શાકભાજીની ખેતી કરીને 70 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરે છે.

વીડિયોને UNEP ના પૂર્વ કાર્યકારી નિર્દેશક, એરિક સોલહેમનું પણ ધ્યાન ખેંચ્યું છે. તેમણે આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. વીડિયોમાં ઉત્તર પ્રદેશના બરેલીના રામવીર સિંહ પોતાના ત્રણ માળાના ઘરમાં માટી અને કેમિકલ વગર શાકભાજીની ખેતી કરતા જોવા મળી રહ્યા છે. તે સ્ટ્રોબેરી, ફ્લાવર, ભીંડા અને અન્ય અનેક ફળ અને શાકભાજીઓની ખેતી કરે છે. તેમના ત્રણ માળાના ઘરમાં 10,000 થી વધુ છોડ છે.

માટીની જરૂર નથી

રામવીરની પાસે વિન્પા ઓર્ગેનિક અને હાઈડ્રોપોનિકસ નામની એક કંપની પણ છે, જે પ્રતિ વર્ષ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે. વીડિયોથી આ પણ માહિતી મળી છે કે,  તેમણે હાઈડ્રોપોનિક્સનો ઉપયોગ કરીને પોતાના ઘરને એક ખેતરમાં બદલી નાખ્યું છે. આ ટેકનિકમાં માટીની જરૂર નથી રહેતી અને આ 90% સુધી પાણી બચાવી શકે છે. રામવિરે આ સીસ્ટમને લગાવવામાં બીજા લોકોની પણ મદદ કરી છે. વીડિયોની સાથે કેપ્શનમાં આ પણ લખ્યું છે કે, ‘વાહ! યૂપી, ભારતના આ વ્યક્તિએ માટી અને રસાયણ વગર જ ત્રણ માળાના ઘરમાં 70 લાખની શાકભાજીની ખેતી કરે છે.’

લોકો કરી રહ્યા છે પ્રશંસા

વીડિયોને 3 નવેમ્બરે શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી આને 10 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. એક યૂઝરે લખ્યું કે, ‘અદભુત... આટલો અભિનવ અને પ્રેરણાદાયક.’ એક અન્ય યૂઝરે પોતાના ઉત્સાહને વ્યક્ત કરતા લખ્યું કે, ‘ઓહ માય ગોડ... આ જોઇને ખૂબ ગર્વ અનુભવ રહ્યો છું. આ મારું પોતાનું હોમ ટાઉન બરેલીનો છે અને મારો ભાઈ અત્યારે જ 6 દિવસ પહેલા જ આ સ્થાન પર ગયો હતો.’ આ જોવું આશ્ચર્યજનક છે કે, લોકો જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp