આ રાજ્ય સરકાર ખેડૂતોના બેંક ખાતામાં 5700 કરોડ રૂપિયા જમા કરશે

PC: cloudfront.net

કોરોના વાયરસ નામની વૈશ્વિક મહામારી અને આર્થિક મંદીને કારણે લોકોની સામે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. અમેરિકા જેવા દેશમાં લોકોની નોકરી જઈ રહી છે અને સરકાર તેમના હાથમાં સીધા રૂપિયા આપી રહી છે. એવામાં ઘણાં દેશો તેમના નાગરિકોની મદદ માટે આર્થિક પેકેજ જાહેર કરી રહી છે. ભારતમાં પણ મોદી સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. પણ તેનાથી દેશના દરેક તબકાના નાગરિકોને રાહત મળી રહે એવું લાગી રહ્યું નથી. એવામાં દેશના એક રાજ્યએ ખેડૂતો માટે એક યોજનાની શરૂઆત કરી છે. આ રાજ્ય સરકાર રાજ્યમાં રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજનાની શરૂઆત કરી રહી છે.

જાણકારોનું માનવું છે કે, આ યોજના રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપવામાં સફળ સાબિત થઈ શકે છે. કિસાન ન્યાય યોજના હેઠળ રાજ્યના 19 લાખ ખેડૂતોના ખાતામાં 4 હપતામાં 5700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જેની શરૂઆત 21 મેથી પહેલા હપતાથી થશે. જેમાં 3300 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન મોકલવામાં આવશે.

છત્તીસગઢ સરકાર રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના હેઠળ ધાન ખેડૂતોને 10,000 રૂપિયા પ્રતિ એકર, મકાઈના ખેડૂતોને 13000 રૂપિયા પ્રતિ એકર અને શેરડીના ખેડૂતોને 10થી 15000 રૂપિયા પ્રતિ એકરના હિસાબે રૂપિયા આપવા જઈ રહી છે. રાજ્ય સરકારના બજેટમાં આ યોજના સંબંધિત 5100 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલેથી જ કરી દેવામાં આવી છે.

પાકની ખરીદી માટે વધારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપી અને બોનસ આપી ખેડૂતોની મદદ કરી

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારી અને આર્થિક મંદીને કારણે લોકોની સામે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. અમેરિકા જેવા દેશમાં લોકોની નોકરી જઈ રહી છે અને સરકાર તેમના હાથમાં સીધા રૂપિયા આપી રહી છે. છત્તીસગઢમાં અમે જાણીએ છીએ કે આ ઉપાય કામ કરી શકે છે. ગયા વર્ષે અમે પાકની ખરીદી માટે વધારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપી અને બોનસ આપીને ખેડૂતોની ખાસ્સી મદદ કરી છે. આ વર્ષે પણ અમે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આપીને તેમની મદદ કરવા માગીએ છીએ.

છત્તીસગઢમાં ખેતીની વાત કરીએ તો, રાજ્યના કુલ ક્ષેત્રફળના લગભગ 44 ટકા ફોરેસ્ટ લેન્ડ છે. તો રાજ્યના ત્રીજા ભાગની વસતી આદિવાસી કે જનજાતિ છે. રાજ્ય સરકારની રણનીતિ રાજ્યના તે લોકો સુધી કોરોના સંકટના સમયમાં મદદ પહોંચાડવાની આશા છે, જેમના જીવન પર આ મહામારીની અસર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp