બે ગણું ઉત્પાદન આપતી હળદરની આ નવી જાતની ઉત્તર ગુજરાતમાં ભારે માંગ

PC: parentune.com

ભારતીય મસાલા સંશોધન સંસ્થાએ  જંગી ઉપજ આપતી, ટૂંકા ગાળામાં પાકી જતી હળદરની નવી જાત IISR PRAGATI (પ્રગતિ) વિકસાવી છે. તે જોઈને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં તેની ભારે માંગ નિકળી છે. હળદરના જર્મ્પ્લાઝમના  ભંડારમાંથી ક્લોનલ પસંદગી કરીને શોધી છે.

ગુજરાતમાં મસાલા ભરવાની ઋતુ શરૂ થઈ છે. તેમાં હળદર આખું વર્ષ માટે ભરી લેવામાં આવે છે. ગુજરાતમાં હળદરનું ઉત્પાદન લીલી હળદર તરીકે જ વપરાય જાય છે. ઉત્પાદન ઓછું હોવાથી તેનો આરોગ્ય પ્રદ પાઉડર બહારના રાજ્યોથી આયાત કરવો પડે છે. હળદરના ઉત્પાદનમાં ગુજરાત પાછળ છે. પણ નવી જાત ઉગાડવાથી ગુજરાતની ખાદ્ય સરભર કરીને હળદરમાં ગુજરાતને સ્વાવલંબી બનાવી શકવાની ક્ષમતા આ નવી વેરાયટીમાં છે. જેનાથી ગુજરાતનો વેપાર બે ગણો થઈ શકે તેમ છે.

નવી હળદળની ખૂબી એ છે કે તે 200 દિવસના બદલે 180 દિવસમાં પાકી જાય છે. તેને વધું પાણી જોઈતું નથી. તેથી ઓછા પાણી ધરાવતાં ખેતર વાવેતર હેઠળ આવી રહ્યાં છે.

સરેરાશ એક હેક્ટર દીઠ 38 ટન જંગી ઉત્પાદન આપે છે. બીજી તમામ જાતો કરતાં તે વધુ ઉપજ આપે છે. તો તેને તમામ સારી અને અનુકૂળ પરિસ્થિતિ મળે તો 52 ટન જેટલું કલ્પનાતીત ઉત્પાદન આપે છે. ખાસ કરીને ગ્રીન હાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં તે વધું ઉત્પાદન આપે છે.

આ હળદર રાષ્ટ્રીય અને સ્થાનિક હળદરની તમામ જાતોમાં 30% થી 34% વધું ઉત્પાદન આપતી હોવાથી ખેડૂતો તેને પસંદ કરી રહ્યાં છે.

ગાંઠમાં લાગતો રોગ આ જાતને ઓછો લાગે છે. રોગ પ્રતિરોધકતા સારી છે. તેથી ખેડૂતોનું ખર્ચ ઘટે છે આમ ઉત્પાદન વધે છે અને ખર્ચ ઘટી છે તેથી બેવડો ફાયદો થાય છે.કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગ રાજ્યોમાં વિવિધ પ્રકારની ખેતી માટે યોગ્ય છે.

2016 માં રાજસ્થાનના અજમેરમાં એનઆરસી સીડ મસાલા ખાતે યોજાયેલ મસાલા એઆઈસીઆરપીએસના ગ્રુપ મીટિંગ દરમિયાન  ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ દરમિયાન આ જાતને રજૂ કરવામાં આવી ત્યારે રાજ્યોના કેટલાંક ખેડૂતોના ધ્યાનમાં આવ્યું હતું. 2018થી થોડું અને 2019માં વધું વાવેતર થઈ રહ્યું છે.

ગુજરાતમાં 4005 હેક્ટર વિસ્તારમાં પીળી હળદરનું થાય છે. જેમાં અંદાજે 80 હજાર ટન પેદા થાય છે. જે સરેરાશ 19.70 ટન એક હેક્ટર દીઠ પેદા થાય છે. નવી જાત 38 ટન પેદા થાય છે. આમ ગુજરાતની સરેરાશ કરતાં બે ઘણું વધું ઉત્પાદન આપે છે. જો 4 હજાર હેક્ટરમાં IISR PRAGATI જાત ઉગાડવામાં આવે તો હાલ 80 હજાર ટન સામે સીધું 150થી 160 ટન ઉત્પાદન મેળવી શકાય તેમ છે. હાલ ગુજરાતના લોકો બહારની હળદર મોટાભાગે ખાય છે. કારણ કે 8થી 10 ટન હળદળ પાઉડર બને છે. જે બહુ ઓછો છે. હાલની હળદર તો મોટા ભાગે લીલી હળદર તરીકે વેચાય છે. જ્યારે પાઉડર માટે બીજા રાજ્યો પર આધાર રાખવો પડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp