અનાજ ખરીદીના કૌભાંડને અટકાવવા સરકારનો નવતર પ્રયોગ, કેમેરા દ્વારા રખાશે નજર

PC: youtube.com

ગુજરાતમાં જાણે કૌભાંડોની સીઝન આવી હોય તેવું લાગ્યું રહ્યું છે. કારણ કે, પહેલા મગફળી કૌભાંડ પછી તુવેર કૌભાંડ અને હવે તો સરકારી ખાતરોમાં પણ ઓછું વજન આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ખેડૂતો પાસેથી પુરા 50 કિલોના ખાતરના પૈસા લેવામાં આવે છે, પરંતુ ખેડૂતોને એક ખાતરની ગુણી દીઠ 500થી 600 ગ્રામ જેટલું ઓછું વજન આપવામાં આવે છે.

ત્યારે હવે આવા કૌભાંડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ફોરેન્સિક રિસર્ચ લેબોરેટરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ફોરેન્સિક રિસર્ચ લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે TTF કેમેરાની જોગવાઈ કરવામાં આવી છે. આ કેમેરા અનાજના સેમ્પલ લેવા માટે જતા અધિકારીઓની કામગીરીને કેમેરામાં કેદ કરશે. જેના કારણે અનાજના સેમ્પલ નક્કી કરાયેલી દુકાન કે ગોડાઉનમાંથી લેવામાં આવ્યા છે કે નહિ અને તેમજ સેમ્પલ લેતી વખતે વેપારી કે દુકાનદારની વાતોમાં અધિકારી લલચાતા તો નથીને. તે બાબતે સતત મોનિટરીંગ કરવામાં આવશે. જે સમયે અધિકારી અનાજના ગોડાઉનમાં સેમ્પલ લેવા કે અનાજની ચકાસણી કરવા માટે જશે ત્યારે અધિકારીને કેમેરા લગાડેલું એક હેલ્મેટ પહેરાવવામાં આવશે. આ હેલ્મેટના કારણે અધિકારી કેવી કામગીરી કરે તે તમામ બાબતો પર મોનિટરીંગ કરવામાં આવશે.

આ બાબતે અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે TTF કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ એ છે કે, જે સેમ્પલિંગની કાર્યવાહી છે તેનું મોનિટરીંગ થાય. સેમ્પલિંંગની પ્રક્રિયા સમયે શું-શું કાર્યવાહી થઈ રહી છે અને ક્યાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કેવી રીતે મિક્સિંગ કરવામાં આવે છે, કેવી રીતે ત્રણ પ્રતિનિધિ દ્વારા નમૂના લેવામાં આવે છે. આ તમામ બાબતોનું મોનિટરીંગ હેલ્મેટ કેમેરા એટલે કે, TTF કેમેરા દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp