મલ્ટિનેશનલ કંપનીની નોકરી છોડી ખેડૂત બની ગયા બે ભાઈઓ, કરી રહ્યા છે લાખોની કમાણી

PC: news18.com

એક સમયે નોઈડા અને અજમેરમાં મલ્ટિનેશનલ કંપનીમાં લાખો રૂપિયાના પેકેજમાં નોકરી કરી રહેલા બે ઈજનેર ભાઈ નીતીશ અને રૂપેશે પોતાની નોકરી છોડી ખેતી કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેઓ હવે આધુનિક અભિગમ અપનાવીને ખેડૂતોને બ્લેક રાઈસની ખેતી કરવાનું શીખવી રહ્યા છે. બિહાર રાજ્યના જહાનાબાદ જિલ્લાના શકુરાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પતિયાગાંવના આ બંને ભાઈઓ ખેતી દ્વારા લાખો રૂપિયા રડી રહ્યા છે. આ બંને ભાઈઓ પાસેથી માહિતી અને પ્રેરણા લઈને આસપાસમાંથી આશરે 100 જેટલા ખેડૂતોએ બ્લેક રાઈસની ખેતી શરૂ કરી દીધી.

સામાન્ય ચોખા કરતા ઉચ્ચ ગુણવત્તા અને કિંમતવાળા બ્લેક રાઈસની ખેતી કરવી સરળ અને સસ્તી છે. આમાં અન્ય ધાન્ય જેટલી મહેનત પણ કરવી પડતી નથી. કાળા ચોખાની વધુ પડતી કોઈ કેર કરવી પડતી નથી. કાળા ચોખાની ખેતી કરીને પહેલી વખત પોતાનું નસીબ અજમાવતા ખેડૂતોએ કહ્યું હતું કે, આ બંને ભાઈઓ ઈજનેર છે. તેમણે પોતાની નોકરી છોડીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે. એમનામાંથી પ્રેરણા લઈને અમે પણ બ્લેક રાઈસની ખેતી શરૂ કરી દીધી છે. માત્ર બીજ આપવાનું જ નહીં પણ સરકારી ભાવ કરતા વધારે કિંમત આપી ચોખા લેવાનું પણ આશ્વાસન આપ્યું છે. સરકારી કિંમત કરતા પણ બમણી કિંમતે આ ચોખાની ખરીદી કરાશે. કાળા ચોખાની ખેતી કરતા ખેડૂતોએ પણ કહ્યું હતું કે, હવે પાક અને મહેનતના યોગ્ય પૈસા મળી રહેશે. આ બંને ભાઈઓએ પહેલા નોકરી છોડીને ખેતી અંગેની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. પછી તેમણે પોતાના જેવા અન્ય ખેડૂતોને ટ્રેનિંગ આપી.

સ્થાનિક ખેડૂતે કહ્યું કે, અહીંયા સ્થાનિક સ્તરે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમને કોઈ પાકની યોગ્ય કિંમત મળતી નથી. બંને ભાઈઓએ એક મોટો સર્વે કર્યા બાદ કાળા ચોખાની ખેતી અંગે વિચાર્યું. એ ખેતી તેમણે પણ કરી અને બીજાને પણ કાળા ચોખાની ખેતી કરવા માગે માર્ગદર્શન આપ્યું. કાળા ચોખા પ્રોટિન, વિટામીનથી ભરપૂર હોય છે. અનેક બીમારીઓમાં પણ તે રામબાણ ઈલાજ સમાન સાબિત થયા છે. આ બંને ભાઈઓએ દિલ્હીમાં ટ્રેનિંગ લીધા બાદ પહેલા પોતાના ગામમાં અને પછી આસપાસના વિસ્તારમાં ફરી લોકોને કાળા ચોખાની ખેતી કરવા માટેની સમજ આપી. ભાઈઓએ એવું પણ કહ્યું કે, સૌથી મોટી મુશ્કેલી અહીં માર્કેટિંગની હતી. પછી સરકારી કિંમત કરતા વધારે ભાવથી આ ચોખાની ખરીદી કરી વેજીટો કાર્ટના માધ્યમથી માર્કેટમાં સપ્લાય કરવાનું પણ વિચાર્યું, જે સફળ થયું. આ પ્રદેશમાં કાળા ચોખાથી ખેડૂતોની સ્થિતિમાં સારો એવો સુધારો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp