ગુજરાતની કેસર સામે યુપીની આ કેરી હવે નિકાસમાં સ્પર્ધા કરશે, GI ટેગ મળ્યો

PC: khabarchhe.com

ગુજરાતની કેસર કેરી ને જીઆઈ ટેગ આપ્યા બાદ હવે ભારતની બીજી એક કેરીને 10 વર્ષના આંતરરાષ્ટ્રિય યુદ્ધ બાદ મળ્યો છે. જે હવે વિદેશમાં નિકાસ માટે જૂનાગઢની સુગંધી કેસર કેરીનો સીધો મુકાબલો કરશે. “ગીર કેસર કેરી” અને “ભાલીયા ઘઉં” દેશમાં અનોખી જીઆઈની ઓળખ મળી છે.

ઉત્તરપ્રદેશની રાતૌલ કેરીને GI ટેગ મળ્યો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે આ વિવિધતાને લઈને વિવાદ છે, આ જાતનું નામ બાગપત રાતૌલ ગામના આધારે રાખવામાં આવ્યું છે. તે તેની ખાસ સુગંધ અને સ્વાદને કારણે સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પાકિસ્તાન પણ આ કેરીની માલિકીનો દાવો કરતું રહે છે, પરંતુ મૂળભૂત રીતે આ કેરી ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રાતૌલ ગામની છે.

રતાઉલ કેરી ઉત્પાદક સંઘ 10 વર્ષથી વધુ સમયથી તેના ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર માટે પ્રયત્નશીલ છે. કૃષિ નિષ્ણાતોના મતે, પાકિસ્તાન આ કેરીની માલિકીનો દાવો પણ કરતું રહે છે, પરંતુ મૂળ તો આ કેરી ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના રાતૌલ ગામની છે.

ઉત્તરપ્રદેશની રાતૌલ કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાનમાં પણ રાતૌલ કેરી પાકે છે. ભારત અને પાકિસ્તાન બંને લાંબા સમયથી આ વિવિધતા માટે GI ટેગ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ઉત્તરપ્રદેશના બાગપતમાં ઉગાડવામાં આવેલી પ્રખ્યાત રાતૌલ કેરી છે. સુગંધ અને સ્વાદને કારણે સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

પાકિસ્તાને જીઆઈ ટેગ માટે દાવો કર્યો હતો કે, તેમને ત્યાં પણ આ કેરી પાકે છે. કેરીની માલિકીનો દાવો કરતું રહે છે. પરંતુ મૂળભૂત રીતે આ કેરી ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રાતૌલ ગામની છે. રતાઉલ કેરી ઉત્પાદક સંઘ 10 વર્ષથી વધુ સમયથી તેના ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર માટે પ્રયત્નશીલ હતું. ફેસિલિટેટર તરીકે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર હતું. 

એક વખત કેરી ચાખે તો સ્વાદ, સુગંધના ચાહક બની જાય છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર, લખનૌએ ચૌસા અને ગૌરજીતની નોંધણી માટે અરજીઓ રજૂ કરી છે. ફઝલી, હિમસાગર અને લખન ભોગ જેવી કેરીની જાતોની નોંધણી સાથે પશ્ચિમ બંગાળ આગળ છે.

GI સંરક્ષણ મૂળ દેશને કારણે ભારતીય ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સારું બજાર સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. GI પ્રમાણપત્ર મળવાથી આ કેરીની માંગ વિદેશી તેમજ સ્થાનિક બજારમાં વધશે, જેનો ફાયદો તેની ખેતી કરતા ખેડૂતોને થશે.

કેસર કેરી પર ખતરો ઉભો થયો છે. 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા 4 ટકા ઘટી ગઈ છે. જે ખરેખર નવી જાતો પછી વધારો 20 ટકા થવો જોઈતો હતો. ફુગનો રોગ કેરીને ખતમ કરી રહ્યો છે. ગુજરાતમાં રૂપિયા 2 હજાર કરોડની કેરીનો વેપાર છે.

10 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં 44 હજાર હેક્ટર આંબા વધીને 48 હજાર હેક્ટર થયું હતું.  કેરીનું ઉત્પાદન 3થી 3.35 લાખ ટન થાય છે. સમગ્ર ગુજરાતમાં આંબાના બગીચાનું 1.50 લાખ હેક્ટર વાવેતર થાય છે. વાવેતર 1.45 લાખ હેક્ટર થયું છે. કેરીનું ઉત્પાદન 11.11 લાખ ટન છે. સૌથી વધું વાવેતર વલસામાં થાય છે. વલસાડ 24 હજાર હેક્ટરમાં કેરીના બગીચા છે. દેશમાં ગુજરાતનું 7મું સ્થાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp