3 કૃષિ સુધારાના કાયદાને લઇ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

PC: thequint.com

કૃષિ કાયદા પર મંગળવારે દેશની સર્વોચ્ય અદાલતે મોટો અને મહત્ત્વનો આદેશ આપીને 3 નવા કૃષિ કાયદા પર રોક લગાવી દીધી છે. કોર્ટના બીજા આદેશ સુધી આ કાયદો લાગુ નહીં કરી શકાશે એમ કોર્ટે કહ્યું છે. 48 દિવસથી આંદોલન કરી રહેલાં ખેડુતોની આ અડધી જીત છે.સુપ્રીમ કોર્ટે આ કાયદા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરી છે. કોર્ટે હરસિમરતમાન,કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, ડો. પ્રમોદ કુમાર જોશી અને અનિલ ધનવંતના નામ કમિટીના સભ્યો તરીકે સુચવ્યા છે.

જો કે ખેડુતો કોર્ટના આદેશથી ખુશ નથી, ખેડુતાના વકીલ શર્માએ કહ્યું હતું કે કિસાન સંગઠન સુપ્રીમ કોર્ટે તરફછી બનાવાયેલી સમિતિના પક્ષમાં નથી. ખેડુતો આ કમિટી સમક્ષ જવા માંગતા નથી. એની સામે કોર્ટે કહ્યું કે ખેડુતો સરકાર સાથે વાત કરવા માટે જઇ શકે છે તો કમિટી સામે જવામાં શું વાંધો છે? જો ખેડુતો ખરેખર સમાધાન ઇચછ્તા હોય તો અમે એ સાંભળવા નથી માગતા તે ખેડુતો કમિટી સમક્ષ હાજર નહીં થાય.

ખેડુતોના વકીસ એમ એલ શર્માએ કહ્યું હતું કે મેં ખેડુતો સાથે વાત કરી છે, પરંતું ખેડુતો કમિટીની સામે હાજર થવા તૈયાર નથી. ખેડુતો માત્ર કાયદો રદ કરવા માંહે છે. ખેડુતોનું કહેવું છે કે ખેડુતોના આંદોલન બાબતે વડાપ્રધાન મોદી ચર્ચા માટે આગળ ન આવ્યા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા (સીજેઆઇ) બોબડેએ કહ્યું કે કમિટીની રચના કરવાનો અમારો અધિકાર છે, જે લોકો વાસ્તવમાં સમાધાન ઇચ્છે છે તે કમિટી પાસે જઇ શકે છે. સીજેઆઇ કહ્યું કે સમિતિ અમે અમારા માટે બનાવી છે. કમિટી અમને રિપોર્ટ આપશે. કમિટી પાસે વકીલ, ખેડુત કે અન્ય માધ્યમથી જઇ શકે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે પીએમ આ મામલામાં પક્ષકાર નથી, એવા સંજોગોમાં કોર્ટ એ બાબતે કશું કહી શકે નહીં.

કોર્ટે કહ્યું કે અમે ખેડુત આંદોલનની સમસ્યાને સારી રીતે ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. કાયદો સ્થિગત કરવા માટે આપણે એક શકિતનો ઉપયોગ કરવો પડશે. કોર્ટે કહ્યું કે અમારા માટે મહત્ત્વનું સમસ્યાનું સમાધાન છે. અમે જમીની હકીકત જાણવા માંગીએ છીએ. એટલા માટે કમિટીની રચના કરવામાં આવી છે.સીજેઆઇએ કહ્યું કે અમે શરતી રીતે કાયદો સ્થગિત કરવા માંગીએ છીએ, પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં અમે નકારાત્મક ઇનપૂટ ઇચ્છતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp