વરસાદને લઇ જાણકારોએ કરી આગાહી, આ વર્ષે ચોમાસું નબળું રહેશે, આ તારીખે પડશે વરસાદ

PC: newindianexpress.com

આ વર્ષે ચોમાસાના ઓછો વરસાદ પડવાના કારણે ગુજરાતના લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતના કારણે ગુજરાતમાં મોટા ભાગની નદી, તળાવ અને ડેમમાં પાણીના તળિયા દેખાઈ ગયા છે, ખેડૂતો પાણીની અછતના કારણે ખેતી કરી શકતા નથી અને બીજી બાજુ છેવાડાના ગામડાઓમાં કુવા અને હેન્ડપંપમાં પાણી સુકાઈ જવાના કારણે ગામના લોકોની પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. આ વર્ષે પાણીની અછતના કારણે કેટલાક ખેડૂતોને વાવણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

અત્યારે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું પ્રમાણ ઓછું પ્રમાણ રહેવાની આગાહી ભડલીવાક્યો,ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિના લક્ષણોના આધાર પર જાણકારો દ્વારા કરવામાં આવી છે. જાણકારોનું કહેવું એવું છે કે, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાશે અને 15 જુલાઈથી ગુજરાતમાં મધ્યમ વરસાદનો યોગ છે. જાણકારોમાં મત અનુસાર આ વર્ષે દેશના ઘણા ભાગોમાં ઓછો વરસાદ પડશે તો ઘણા ભાગોમાં વધારે વરસાદ પડશે અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડશે. ગુજરાતમાં માધ્યમ પ્રમાણમાં વરસાદ વરસશે અને ભાદરવામાં વરસાદ વધારે વરસી શકે છે અને જેઠ અને અમાસમાં ચોમાસું નબળું રહેશે તેવું પણ જાણકારોનું માનવું છે.

જાણકારોના જણાવ્યા અનુસાર આ વર્ષે 15 જુલાઈથી ગુજરાતમાં મધ્યમ વરસાદનો યોગ છે અને ત્યારબાદ 15 સપ્ટેમ્બર પછીં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે અને 20મી ઓક્ટોબર પછી વરસાદ વિદાય લેશે. જાણકારો એવું પણ જણાવી રહ્યા છે કે, સુર્ય-મંગળની યુતિમાં અંગારક યોગ હોવાના વરસાદની ખેંચ થઇ શકે છે, જેના કારણે વાવણી લાયક વરસાદ થાય તેમ નથી અને આ વર્ષે ગુજરાતમાં 40થી 50 ટકા વરસાદ પડવાના યોગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp