રાજ્યમાં વપરાતી અમેરિકન સ્વીટકોર્નનું નામ બદલીને હવે ગુજરાતી મકાઇ કરી દેવું જોઇએ

PC: graytvinc.com

અમેરીકન સ્વીટ કોર્ન એટલે કે મીઠી મકાઇની શહેરોમાં મોટી માંગ છે. ગુજરાત આણંદ સ્વિટ કોર્ન હાઈબ્રીડ -11 મધુરમ જાત હવે અમેરીકન નહીં પણ ગુજરાતની પોતાની નવી શોધાયેલી જાત છે. હજુ શોધાઈ છે, ત્યાં તે ખેડૂતો અને શહેરના ડોડા પ્રેમી માટે લોકપ્રિય બની ગઈ છે. તેના ફિલ્ડ ટ્રાયલ પણ ગુજરાતના અલગ કૃષિ ઝોન માટે લેવામાં આવ્યા છે. 80-90 દિવસમાં તેનો ડોડો ખાવા લાયક બની જાય છે.

સરેરાશ 13273 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. 50થી 85 હજાર નંગ ડોડા આપે છે. શહેરી લોકોમાં અને ફરવાના સ્થાનોમાં તેને મકાઈ ડોડા તરીકે લોકપ્રિય બની ગયા છે. કારણ કે તેનો ડોડો અત્યંત મીઠો મધુર છે. ખાવામાં પોચો અને શેક્યા પછી તેની મીઠાશ વધે છે. તેને સૂપ તરીકે રાંધવામાં આવે ત્યારે ટેસ્ટી બની જાય છે.

જોકે આણંદના કૃષિ વિજ્ઞાનીઓએ તેને એટલા માટે તો સંશોધિત કર્યો છે કારણ કે તેનો ઉપયોગ સ્વિટ કોર્ન તરીકે કરવાનો હતો. હળવો પીળો સ્વીટ કોર્ન હાઇબ્રિડ જાત છે. જેમાં કુલ દ્રાવ્ય સુગર 7.58% છે. જે તેની ખાવા માટે વધારે લોકપ્રિય બની દીધો છે.  

મધ્યમ પાકતી અને વધું ઉપજ આપતી પીળી કર્નલ સિંગલ ક્રોસ સ્વીટ કોર્ન હાઇબ્રિડ છે. પશુ ચારા માટે તેના પાન ઉત્તમ છે. કેટલાંક રોગ સામે તે મૂકાબલો કરે છે. મધ્ય ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, નર્મદા, ખેડા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં વાવેતર થઈ ગયું છે. જે 80-90 દિવસે ચોમાસું શરુ થશે તેની સાથે શહેરોમાં આવવા લાગશે. અત્યાર સુધી અમેરીકન બિયારણ પર આધાર રાખવો પડતો હતો. હવે તે ગુજરાતનું પોતાનું નવું સંશોધિત બિયારણ છે.

પાર્ટી, લગન, હાઈવે, ખાણીપીણી બજાર, શહેરના માર્ગો પર, હોટેલોમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બને છે. મહિલા, બાળકો, વૃદ્ધ, યુવાન સુધી બધા જ સ્વીટ કોર્ન - શેકેલી મકાઈ શોખથી ખાય છે. મીઠી મકાઈ પાક 80-90 દિવસમાં તૈયાર થઇ જાય છે અને વળતર પણ સારુ મળે છે.

હેક્ટર દીઠ એક ડોડો રૂપિયા 5માં વેચાય તો પણ ખેડૂતોને રૂ.50 હજાર નફો - આવક થઈ જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp