વિકાસ છે તો 2718 ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી: હિમાંશુ પટેલ

PC: khabarindia.in

કોંગ્રેસ ખેડૂતોની સરેરાશ આવકમાં 12મા ક્રમે રહેલાં ગુજરાતમાં 42.6 ટકા ખેડૂતોને 16.74 લાખનું દેવું છે છતાં ટેકાનાં ભાવ પણ મળતાં નથી. 

વિકાસ અને સુજલામ્ સુફલામની વાતો કરતા ભાજપ સરકારે ગુજરાતમાં છેલ્લાં બે દશકા દરમિયાન વિકાસ કર્યો હોત તો ભાજપનાં શાસનમાં 2718 ખેડૂતોને
આત્મહત્યા કરવાનો વારો આવ્યો ન હોત એમ જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં 12મો ક્રમ
ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ.7926 માસિક આવક સામે 42.6 ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા 16.74 લાખનું દેવું છે.

જો ભાજપ સરકારે ગુજરાતમાં વિકાસ કર્યો હોત તો 2718 ખેડૂતોએ આપઘાત કર્યા ના હોત. ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા. 1-1-2003 થી 30-10-2007 દરમિયાન રાજ્યનાં 2479 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે 1-1-2008 થી 18-8-2012 દરમિયાન 152 અને 1-1-2013 થી 1-6-2016 દરમિયાન 87 ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિનાં કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે.
જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ. 7926 જ કેમ છે ?

ભારત સરકારનાં જ રીપોર્ટ પ્રમાણે ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં 12મો ક્રમ ધરાવતા ગુજરાતની સામે પંજાબ (રૂ.18059 ), હરિયાણા(રૂ. 14434), અરૂણાચલ (રૂ. 10,869), કેરળ (રૂ. 11,888) અને કર્ણાટક (રૂ.8832) ઘણાં જ આગળ છે.

એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં પરિવારનાં માથે સરેરાશ દેવું રૂ.34,600 છે. બે થી ચાર હેક્ટર જમીનવાળાં પરિવારનાં માથે સરેરાશ રૂ.82,600 અને 10 હેક્ટરથી ઓછી જમીનવાળાં પરિવારને તો સરેરાશ રૂ. 1,62,400 નું દેવું છે.

લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં ખેડૂતોની કુલ આવકમાં રૂ. 3345 કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાનાં કુલ ખર્ચ ઉપરાંત 50 ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાનાં ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે... સુજલામ્ સુફલામ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનાં અહેવાલ પણ વિધાનસભામાં નહીં મુકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે, સુજલામ્ સુફલામ યોજનાથી ખેડૂતોને કે મળતીયાઓને કેટલો લાભ થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp