સરહદના રક્ષક એવા ખારાઇ ઊંટને સરકાર તરવાની મંજૂરી કેમ આપતી નથી?

PC: downtoearth.org.in

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ગુજરાત સરકાર પાસેથી કચ્છના ખારાઈ ઊંટને પાણીમાં કચ્છના કેટલાંક વિસ્તારોમાં તરવા દેવાની મંજૂરી માંગી હતી. દુનિયાના એકમાત્ર તરી શકતા ઊંટ નામશેષ થઈ રહી છે. ઊંટની આ જાતિના હાલ 3500 ઊંટ બચ્યા છે. તેમને બચાવવા હોય તો કચ્છના રણના ટાપુ પર તેમને જવાદેવા અને પાણીમાં તરતા રહે તે માટે મંજૂરી આપવી જોઈએ. તો જ તે બચી શકે તેમ છે. ખારાઈનો અર્થ ગુજરાતમાં મીઠું થાય છે. 3 કિલોમીટર દરિયામાં તરી શકે છે. તેઓ ખારા પાણીમાં થતાં ચેરના વૃક્ષોના પાન કે વનસ્પતિને ખાઈને જીવે છે. રબારી અને જાટ લોકો પાળે છે. દરિયાનું પાણી પીને જીવિત રહી શકે છે. 2012માં 4000 ઊંટ હતા. દરિયાઈ વૃક્ષ ચેર કે ચેરીયાનો ઘટાડો થવાથી ઊંટને ખોરાક મળતો નથી. ઊંટનુ દૂધ ડાયાબિટીસ મટાડી શકે છે.

ગુજરાતમાં પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા નથી.

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી અપાઇ નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઇ રહી હોવાનો દાવો કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ કર્યો છે. તેમના મતે ખરા 3500 ઊંટ બચ્યા છે. રણ અને પાણીના વહાણ એવા ઊંટની મોટા પાયે દાણચોરી થાય છે કાંતો કતલ કરવામાં આવે છે. ઊંટનું માંસ ખાવા લાયક નથી છતાં તેની હત્યા કરવામાં આવી રહી છે. રોજના 50 ઊંટ પાકિસ્તાન લઈ જવાતા હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ મેનકા ગાંધીએ કર્યો હતો. BSF ઊંટોને 16 વર્ષ વાપરીને હરાજી કરે છે.

ખારાઈ ઊંટએ દરિયાનું જહાજ છે. કારણ કે તે પાણીમાં તરીને કચ્છની કોરી ક્રિક કે એવી બીજી ખાડીઓ પાર કરીને પાકિસ્તાનમાં ઘુસી શકે છે. ગુજરાતની કચ્છ સરહદ ખાડીઓ તેમજ ટેકરાઓથી ભરેલી છે. દરેક સરહદોમાં અવર-જવર કરવા માટે તેના રસ્તાને અનુરૂપ સાધનોની જરૂર હોય છે. પૂર્વમાં બોટ, કાશ્મીરમાં ઘોડા તો રાજસ્થાનમાં ઊંટને વાહન તરીકે લશ્કરને જરૂર પડે છે.

રાજસ્થાન તેમજ ગુજરાતની મળીને 1040 કિ.મી.ની સરહદ પર બીએસએફ ઊંટ પર બેસીને ભારતમાં ઘુસણખોરી અટકાવવા કે હુમલા સામે ચોકી કરે છે. સરહદથી શસ્ત્રો તેમજ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ બંને બાજુએથી કરવામાં આવે છે. બીએસએફ કે કોઈ સરકારી એજન્સી ઊંટનો ઉછેર નથી કરતી. ગામડામાં ભરાતા પશુમેળામાંથી ઊંટ ખરીદી લે છે. 21 દિવસ સુધી તેને અલગ રખાય છે. પછી તેને રોગમુક્ત રાખવા રસી આપવામાં આવે છે. ત્યારબાદ તેમને જોધપુર ટ્રેનીંગ કેમ્પમાં મોકલવામાં આવે છે. માઇલો સુધીની મુસાફરી કરાવે છે. ઊંટ રેતી પર તેમજ ઘાસ પર ઝડપથી દોડી શકે છે. તેમનામાં સૂંઘવાની શક્તિની સાથે દિશા પારખવાની અદભુત આવડત છે. તે ડસ્ટ સ્ટોર્મ (રેતીના તોફાન) દરમ્યાન પણ દિશા શોધી શકે છે તેમજ નાઇટ પેટ્રોલીંગ પણ કરી શકે છે.

બીએસએફ તેમજ દેશની સુરક્ષા માટે ઊંટ મહત્ત્વનું બની ગયું છે. ઊંટનો ઉપયોગ માત્ર પેટ્રોલીંગ માટે નથી થતો પણ મેલ, ગેસ, સિલીન્ડર, મેડીસીન વગેરેનો પૂરવઠો સપ્લાય કરવા માટે પણ થાય છે. સરહદ પરના લશ્કરી કેમ્પોમાં તે ખોરાક પહોંચાડે છે. રણમાં વાહન ના જઈ શકે ત્યાં ઊંટ જઇ શકે છે. વાહનો ફસાઈ જાય તો તેને રેતીમાંથી બહાર કાઢવા માટે પણ ઊંટનો ઉપયોગ થાય છે. કચ્છ અને સિંધ વચ્ચેની 700 કિ.મી. વિસ્તારની સરહદ પર ગુનાખોરીની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે.

છેલ્લા 10 વર્ષથી ઊંટની મોટાપાયે દાણચોરી થાય છે

ઘણાં ઓછા ઊંટ વેચાવા માટે આવે છે. જે હોય છે તે બહુ મોંઘી બની રહ્યા છે. પુરૃષ ઊંટની સંખ્યા ઘટી રહી છે. બીએસએફને 1276 ઊંટની જરૃર છે જ્યારે તેમની પાસે માત્ર 531 ઊંટો છે. રાજસ્થાનની સરકારે ઊંટને તેમની સરહદની બહાર લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં 16 ઊંટો ભરેલી ટ્રકની રોજ દાણચોરી થાય છે. એક ઊંટની કિંમત 1 લાખ છે. ગરીબ ખેડૂતો તે ખરીદી ન શકે છતાં ખેડૂતોના નામે ખરીદી થઈ રહી છે. તે બધા ઊંટ શું સરહદ પાર પાકિસ્તાનમાં જઈ રહ્યાં છે ? સેંકડો ઊંટોને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. ઊંટોની હત્યા કરી દેવામાં આવી રહી છે. દેશમાં 10 લાખ ઊંટ હજા હવે 40 હજાર રહ્યા છે. ઇન્ટરનેશનલ એજન્સીઓએ જાહેર કર્યું છે કે ભારતના ઊંટ હવે લુપ્ત થતી જાતિઓમાં આવી જશે.

ઊંટની વ્યૂહાત્મક રીતે હત્યા કરવામાં આવે છે. જેથી સરહદ પરથી દુશ્મનો અને દાણચોરોની ઘૂસણખોરી સરળતાથી થઈ શકે. ભારત પાક વચ્ચે યુદ્ધ થાય તો પાણીમાં તરતાં ઊંટ ન રહે. બીએસએફ તેની સેનામાં 5 વર્ષમાં ઊંટ લાવી નહીં શકે. ભારતના બીએસએફને નબળી પાડવાની આ એક વ્યૂહાત્મક ચાલ છે.

9 એપ્રિલ 1965માં પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ, છાર બેટ અને બેરીયા બેટ પર હુમલો કર્યો હતો. ગુજરાત ઊંઘતું હતું. યુદ્ધ માટે સરહદ તૈયાર ન હતી. હવે, પાકિસ્તાન રણની દિશામાંથી હુમલો કરે તો રણના વાહન ઊંટની અછતથી જોખમ ઊભું થઇ શકે છે.

ઊંટનું દૂધ મેડિસીનલ પ્રોડક્ટ છે. દુબઇથી રૂ. 500નું એક લિટર દૂધ બ્લેકમાં મંગાવાય છે ત્યારે ગુજરાતમાં ઊંટના દૂધનો ઉદ્યોગ તરીકે વિકાસ થઇ શકે તેમ છે. હાલ અમૂલ ડેરી દ્વારા આ દૂધની ચોકલેટ બનાવાય છે. 200 મિલિ ઊંટનું દૂધ રોજ પીવાથી ડાયાબિટીસના દર્દીએ ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લેવું પડતું નથી. કચ્છ ડેરી દ્વારા ઊંટનુ દૂધ પાઉચ પેકમાં મળતું થયું છે. ગુજરાતમાં 33000 ઊંટ છે. કચ્છમાં કુલ 1200 ઊંટ છે.

દેશમાં 2008માં ઊંટોની સંખ્યા 10 લાખ હતી, 2012માં 4 લાખ અને હાલ 2015માં 1 લાખ ઊંટ હતા.

પ્રતિ લીટર ઈંસુલીનનું પ્રમાણ 52 યુનિટ છે. આ પ્રમાણે એક ડાયાબિટીસના દર્દીને જરૂરી ઈંસુલીનનું પ્રમાણ 60 ટકા છે. ઓટિજમથી પીડીત બાળકો ઉપર ઊંટડીનાં દૂધના સેવનની સારી અસર થાય છે. સદીઓથી આ પશુપાલકોના સહાયક રહ્યાં છે. પહેલા જ્યારે ભરવાડ ઊંટોને દૂર-દૂર ચરાવા લઈ જતા ત્યારે તે માત્ર ઊંટડીનું દૂધ પીને જ જીવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp