હવામાન ખાતુ વરસાદની આગાહી કરવામાં કેમ ફેઇલ જાય છે? જાણો કેટલી ઘટ પડી

PC: india.com

હવામાન વિભાગે આગાહી કરી હતી કે 2020નું ચોમાસુ સામાન્ય રહેશે અને 98 થી 104 ટકા વરસાદ થશે પરંતુ ગુજરાતમાં ચોમાસાના મધ્યાહ્ને હજી 41 ટકા જેટલો જ વરસાદ થયો છે. રાજ્યમાં હજી 59 ટકાની ઘટ વર્તાઇ રહી છે. હવામાન વિભાગની આગાહીઓ ખોટી પડી રહી છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે હવામાન વિભાગ આગાહી કરે ત્યારે વરસાદ પડતો નથી પરંતુ જ્યારે આગાહી ન હોય ત્યારે ધમધોકાર વરસાદ પડી જાય છે. હવામાન શાસ્ત્રીઓ ક્યાં પાછા પડે છે તે સમજાતું નથી. હવામાન વિભાગ કરતાં પ્રાઇવેટ વેધર સંસ્થા સ્કાયમેટનું પ્રિડિકશન બહું સાચું જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થયો છે. બીજાક્રમે દક્ષિણ ગુજરાત આવે છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. રાજ્યમાં ખરીફ સિઝનની વાવણી પૂર્ણ થવામાં આવી છે તેમ છતાં ઉત્તર અને મધ્ય ગુજરાત કોરાધાકોર છે. અલબત્ત, બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણથી 1લી ઓગષ્ટે વરસાદની આશા બંધાઇ છે.

ગુજરાતમાં અત્યાર સુદીમાં 336.17 મિલિમીટર વરસાદ પડી ચૂક્યો છે જે પાછલા 30 વર્ષની સરખામણીએ 40.45 ટકા છે. છેલ્લા આ વર્ષોની એવરેજ 831 મિલિમીટર છે. સિંચાઇ વિભાગના જણાવ્યા પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.86 મીટર છે તેમજ 172973 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.78 % છે અને 11267 કયુસેક પાણીની આવક થયેલી છે.

રાજયના 205 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 279159 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના 50.14% છે. હાલમાં રાજ્યમાં માત્ર 66 જળાશય એલર્ટ ૫ર છે. હવામાન વિભાગનો દાવો છે કે ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં જો હળવા દબાણ પ્રમાણે વરસાદ થશે તો રાજ્યમાં સર્વત્ર મધ્યમ થી ભારે વરસાદ થઇ શકે છે. ચોમાસાનો વરસાદ ખેંચાઇ ગયો હોવોનો ઇન્કાર કરી હવામાન વિભાગે કહ્યું હતું કે રાજ્યમાં ચોમાસાની સિઝન હજી 15મી સપ્ટેમ્બર સુધી ચાલવાની છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp