ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, આ તારીખે યોજાશે શિબિર

PC: thebetterindia.com
આજના સમયમાં ખેતી અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર! આ વાત સાંભળતા અશક્ય લાગે છે પરંતુ આ વાતને ખરા અર્થમાં સાર્થક કરવા અમદાવાદ ખાતે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. ત્યારે શું છે આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારું ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે.

આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે, જેની સીધી અસર તે રાસાયણિક પાક ખાતા તમામ લોકો પર થતી હોય છે. ત્યારે આ રાસાયણિક ખેતી કરવા પાછળ ખેડૂતોને ઘણો મોટો ખર્ચ ઉઠાવવો પડતો હોય છે અને ઘણી વખત પાણીની તંગીના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. આ કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે ત્યારે ખેડૂત આ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે તથા લોકો સ્વસ્થ આહાર આરોગી શકે તે માટે અમદાવાદ ખાતે છ દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિર યોજાવા જઈ રહી છે. જે શિબિર 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે અને તેમાં સમગ્ર ભારતમાંથી કુલ 10 હજારથી પણ વધુ યુવા તથા અનુભવી ખેડૂતો જોડાશે.

ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીની વાત કરવામાં આવે તો આ ખેતી સુભાષ પાલેકરની દેન છે અને આ પદ્ધતિમાં તેમણે મેળવેલી સફળતાને લઈને રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ પદ્ધતિની વાત કરવામાં આવે તો, આ પદ્ધતિમાં બિયારણથી લઈને ખાતર સુધીમાં કોઈ પણ પ્રકારના રસાયણ કે દવાનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ પ્રકારની ખેતીમાં માત્ર ને માત્ર ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવે છે અને તે ખાતા દ્વારા વધુમાં વધુ પાક લઈ શકાય છે તેવો દાવો શિબિરના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

છ દિવસ માટે યોજાનાર આ શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા યુવા ખેડૂતો આ શિબિરમાં જોડાવાના છે. ત્યારે ઝીરો બજેટ ખેતી પદ્ધતિ જો ખરેખર આટલી હદે સફળ થશે તો આવનાર સમયમાં જગતનાતાતને આત્મહત્યા કરવાનો વારો નહિ આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp