ડાંગમાં 114 વર્ષથી ઉજવાતા પરંપરાગત ડાંગ દરબારની શરૂઆત થઈ

PC: youtube.com

ડાંગની પરંપરાના પ્રતીક સમાન ડાંગ દરબારના રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ડાંગ દરબારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંપરાને જાળવી રાખવા માટે આજે વહેલી સવારે કલેકટર કચેરીથી ડાંગના રાજવીઓની શાહી સવારી નીકળીને ડાંગ દરબાર સુધી પહોંચી હતી. આ શાહી સવારીમાં આદિવાસીઓના પરંપરાગત નૃત્યો, બગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાજા શાહીના વખતના સમયની યાદ અપાવી જાય છે આ ડાંગ દરબાર. ડાંગ દરબાર છેલ્લા 114 વર્ષથી થાય છે ત્યારે આ વર્ષે ડાંગ દરબારને માણવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ ડાંગ દરબાર 16 માર્ચથી 19 માર્ચ સુધી ચાલશે.

આ ડાંગ દરબાર ચાર દિવસ યોજાશે અને ડાંગ દરબારના પહેલા દિવસે લોકોએ આદિવાસીઓના પરંપરાગત નૃત્યો અને લોકનૃત્યનો આનંદ મળ્યો હતો. આ ઉપરાંત ડાંગના 5 રાજાઓએ આ કાર્યક્રમમાં 28 લાખ રૂપિયાની ભેટ આપી હતી, સરકાર અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

ડાંગ ના રાજાઓએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આઝાદી પહેલાથી આ ડાંગ દરબાર યોજાતો આવ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ ડાંગ દરબાર રાજ્ય સરકાર દ્વારા ટુરીઝમ વિભાગમાં સંમિલિત કરવામાં આવ્યો છે. જેના કારણે આ ડાંગ દરબારની ઘણી પ્રગતિ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp