ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઊજવણી સંદર્ભે બેઠક યોજાઇ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે થનાર રાજ્યકક્ષાની ઊજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ બેઠકમાં ઉપસ્થિત રહી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઊજવણી સંદર્ભે યોજાનાર કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે સૂચનો આપ્યા હતા.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનકાર્ય, વિચાર અને સાહિત્યિક પ્રદાનને આજની યુવાપેઢી જાણે તે જરૂરી છે. ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક પ્રદાનને આજની યુવાપેઢી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે સંદર્ભે ઉપસ્થિત લોકસાહિત્યકારો સાથે વિચારવિમર્શ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા આગામી તા.28/08/2021ના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઊજવણીના ભાગરૂપે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ ‘ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી’ વિષયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદીત લોકગીતોની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

આ બેઠકમાં ઉપસ્થિત સાહિત્યકારોએ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણીના આયોજનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાહિત્યકારોએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકારના ઉમદા પ્રયત્નોથી આજનો યુવા મેઘાણી સાહિત્યને વર્ષો સુધી જીવાડશે. આજના યુવાઓમાં મેઘાણી વંચાય, લખાય અને બોલાય તે જરૂરી છે.

આ બેઠકમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્વ. ઝવેરચંદ મેઘાણીના પૌત્રી પિનાકી મેઘાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયા, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, લોકસાહિત્યકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, નિવૃત્ત આઇ.એ.એસ. અને લેખક પ્રવિણ કે. લહેરી, લોકસાહિત્યકાર સાંઇરામ દવે, માયાભાઇ આહિર ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp