26th January selfie contest

સડક પર આવી જશે આલિયા, તેની ફિલ્મ સડક-2ના ટ્રેલર પર લોકોએ આ રીતે ગુસ્સો ઉતાર્યો

PC: india.com

જન્માષ્ટમી, 12 ઓગસ્ટના દિવસે સડક-2 ફિલ્મનું ટ્રેલર રજૂ થયું તો સોશિયલ મિડીયા પર બબાલ મચી ગઇ. આ ફિલ્મને 3 લાખ લોકોએ લાઇક તો  તેની સામે ડીસલાઇકનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો.સડક-2 ફિલ્મના ટ્રેલરને 53 લાખ લોકોએ ડીસલાઇક કરીને આલિયા ભટ્ટ અને મહેશ ભટ્ટે સામેનો તેમનો ગુસ્સો ઉતારી દીધો.આલિયા ભટ્ટ પહેલી વાર લોકોમાં આટલી હદે અપ્રિય થઇ છે, તેનું કારણ એ છે કે સુશાંત સિંહ રાજપુતના આપઘાત પાછળ તેમનું નેપોટીઝમ જવાબદાર છે.

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જુને આપઘાત કરી લીધો તે ઘટનાને લગભગ બે મહિના થવા આવ્યા છે, પરંતુ આ અભિનેતાના મોતથી હજુ કરોડો ચાહકો હજુ દુખી છે.સુશાંતના આપઘાત પછી જાણીતા ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને તેમની પુત્રી આલિયા ભટ્ટ સતત સોશિયલ મિડીયામાં ટ્રોલ થઇ રહ્યા છે.

સદગત સુશાંતના ચાહકો તેમની પર નેપોટીઝમનો આરોપ લગાવી રહ્યા છે.રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટના સંબધોની પણ સોશિયલ મિડીયા પર ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. તે વચ્ચે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ સડક-2ના ટ્રેલરને 12 ઓગસ્ટે લોંચ કરવામાં આવ્યું. જેવું ટ્રેલર લોંચ થયું એટલે ચાહકોએ બબાલ મચાવી મુકી અને #Sadak2dislike ના ટેગ સાથે 53 લાખ લોકોએ ડીસલાઇક કરીને ગુસ્સો ઉતારી દીધો. 3 લાખ લોકોએ લાઇક પણ કર્યું છે.આલિયા ભટ્ટ્ની અત્યાર સુધીની જેટલી ફિલ્મો રિલીઝ થઇ ચુકી છે તેમાં પહેલીવાર તેની ફિલ્મના ટ્રેલરને લોકોએ આટલી હદે ડીસલાઇક કર્યું છે. 28 ઓગસ્ટે સડક-2 ફિલ્મ ડીજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત પછી તરત જ પહેલી પ્રતિક્રિયા આપનારા ભટ્ટ પરિવાર જ હતો. તેમણે સુશાંતને પહેલા દિવસથી જ માનસિક રૂપે બીમાર હોવાનું સર્ટિફિકેટ આપી દીધું હતું. ્ ત્યારપછી એવી વાત આવી હતી કે રિયા ચક્રવર્તી સતત મહેશ ભટ્ટના સંપર્કમાં રહીને તેમની સલાહ અનુસાર વર્તી રહી હતી. મુંબઇ પોલીસ મહેશ ભટ્ટની પૂછપરછ પણ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp