એક હાથ ન ધરાવતો અમદાવાદનો દર્શ સોની અકી આબેને પોતાની કળા પ્રદર્શિત કરશે

PC: metro.us

અમદાવાદનો દર્શ સોની કેટલાક ભાગ્યશાળી બાળકોમાંથી એક હશે જે આજે જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો આબેના પત્ની અકી આબેને મળશે. દસ વર્ષનો દર્શ એ સ્પેશિયલી એબ્લ્ડ ચાઈલ્ડ છે જેને જન્મથી જ એક હાથ નથી. પરંતુ પોતાની શારીરિક ખામીને અવગણીને નાનકડા દર્શે જાપાનીઝ કળા ઓરીગામીને બરોબર ‘હસ્તગત’ કરી લીધી છે.

અકી આબે આજે અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ઓરીગામી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ઓરીગામી એ કાગળને વિવિધરીતે વાળીને તેને આકાર આપવાની અદ્ભુત કળા છે. ઓરીગામી મહોત્સવમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ઓરીગામી મોડલ્સ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા અને શહેરની ઝાયડસ સ્કુલ ઓફ એક્સલન્સમાં અભ્યાસ કરતા દર્શનું કહેવું છે કે આજે યોજાનાર સ્પર્ધાના માત્ર બે મહિના અગાઉજ તેણે ઈન્ટરનેટ પર અવેલેબલ વિડીયોનો અભ્યાસ કરીને ઓરીગામી શીખી લીધી હતી. ઓરીગામી મહોત્સવમાં દર્શ દ્વારા બનાવવામાં આવેલા ડાયનોસોર અને ફૂલના મોડલ્સ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.

આજે યોજાનાર સ્પર્ધામાં પ્રદર્શિત ઓરીગામી મોડલોને ખુદ અકી આબે નિહાળશે અને વિજેતા નક્કી કરશે. આ ઉપરાંત શ્રીમતી આબે AMAના જાપાન ઇન્ફોર્મેશન સેન્ટર લાઈબ્રેરીમાં 45 પુસ્તકોનું દાન કરશે.

AMAનો ઓરીગામી મહોત્સવ શનિવાર સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp