પાવાગઢમાં ખોદકામ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનો શિલાલેખ મળ્યો

PC: Youtube.com

યાત્રાધામ પાવાગઢમાંથી પૃથ્વીરાજ ચૌહાણના કાળ દરમિયાનના કેટલાક શિલાલેખો મળી આવ્યા છે. આ માહિતી ખુદ કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા આપવામાં આવી છે. પાવાગઢમાં 7 મહિના અગાઉ સાત કમાન દરવાજા નજીક ખોદકામની કામગીરી કરવામાં આવતી હતી. તે દરમિયાન કામ કરી રહેલા શ્રમિકોને કેટલાક પૌરાણિક શિલાલેખ અને અવશેષો મળી આવ્યા હતા. કામદારોએ આ બાબતે તંત્રને માહિતી આપતા તમામ અવશેષો અને શિલાલેખો પુરાતત્વ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

પાવાગઢના સાત દરવાજા નજીકથી મળેલા શિલાલેખ અને અવશેષોનું સંશોધન જ્યારે પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, આ શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશજોના છે. પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનો શિલાલેખ પાવાગઢથી મળી આવતા પુરાતત્વ વિભાગ દ્વારા એક ટીમ મોકલીને આ જગ્યા પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને વધારે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ પાવાગઢની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ મોટો ખુલાસો કરતા એવું જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં જ પાવાગઢમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કેટલાક અવશેષો મળી આવ્યા હતા. ખોદકામ દરમિયાન મળેલા આ શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે.

કેન્દ્રીય પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પાવાગઢમાંથી મળેલા અવશેષોનું સંશોધન કરવામાં આવ્યુ હતું અને આ સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, પૃથ્વીરાજ ચૌહાણ તથા તેમના વંશને પાવાગઢ સાથે કોઈ સંબંધ હશે. આ અવશેષો પરથી તે સાબિત થાય છે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2019માં પાવાગઢ ડુંગરમાં સાત કમાન નજીકથી જમીનમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને એક દિવાલ નીચેથી એક ભોયરું મળી આવ્યું હતું. ભોયરાની તપાસ કરતા તે એક ઐતિહાસિક ગેટ હોવાનું સામે આવ્યું હતું. તેથી વધારે ખોદકામ દરમિયાન ગેટની બહારના ભાગના પીલરો દેખાયા હતા અને પીલરો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ મુકવા માટેના ખાના પણ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ગેટની અંદરથી પસાર થતી સુરંગ કઈ જગ્યા પર જાય છે, તે પરીક્ષણ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp