યુનેસ્કોની જાહેરાત: અમદાવાદ દેશનું પહેલું હેરિટેજ સિટી

PC: tripadvisor.com

પાટણની રાણકી વાવ અને ચાંપાનેર પાવાગઢ પછી અમદાવાદ શહેરને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીમાં મૂક્યું છે જે ભારતભરમાં પ્રથમ છે. યુનેસ્કો ઉપરતાં પેરિસ સ્થિત યુનેસ્કોના ભારતના સ્થાયી પ્રતિનિધિ તથા રાજદૂત રૂચિરા કમ્બોજે તેની જાહેરાત કરી છે. યુનેસ્કોએ અમદાવાદને ઐતિહાસિક શહેર તરીકે ઓળખાવ્યું છે. અમદાવાદની 70 લાખની વસતીને આ ગૌરવ પ્રદાન થયું છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિજેટ કમિટી વિશ્વભરની 33 અલગ અલગ નોમિનેશનની ચકાસણી કરી રહી હતી ત્યારે 41મા સેશનમાં ભારત તરફતી એકમાત્ર અમદાવાદનું નામાંકન કરવામાં આવ્યું હતું જે નેચરલ અને કલ્ચરલ સાઇટ એમ બે વિભાગો પૈકી કલ્ચરલ સાઇટ વિભાગમાં હતું. યુનેસ્કોએ ગુજરાત જ નહીં ભારતને ગૌરવ અપાવ્યું છે.

સન 1411 માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો હતો. તેણે નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી.

ઈ.સ. 1487માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ 10 કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. 1553માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું હતું. આજેપણ અમદાવાદ તેની હેરીટેજ સાઇટના કારણે પ્રવાસન નકશા પર કેદ થયેલું છે.



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp