બાલકૃષ્ણ દોષી આર્કિટેક્ચરમાં 'પ્રિત્જકાર' પુરસ્કાર મેળવનાર પહેલા ભારતીય બન્યા

PC: jagran.com

90 વર્ષના ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોષીને આર્કિટેક્ચર ક્ષેત્રમાં સૌથી પ્રખ્યાત ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. દોષી ભારતના પહેલા એવા વ્યક્તિ છે જેમને આ ઍૅવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દોષી પેરિસના જાણીતા આર્કિટેક્ટ કર્જુબિયર સાથે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ચંદીગઢ શહેરની એક ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. 2018મા તેમને 'પ્રિત્જકર' ઍવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

નાના કામોથી જાણીતા દોષી આઝાદી પછી પ્રખ્યાત આર્કિટેક્ચર તરીકે પ્રસિદ્ધ થયા. પ્રિત્જકરની જ્યૂરીએ જણાવ્યું હતું કે ‘તેમણે હંમેશાં બદલાતા ટ્રેન્ડ સાથે એક ગંભીર આર્કિટેક્ચર તરીકે કામ કર્યું છે. તેમની કળામાં ખૂબ મોટી જવાબદારી અને દેશને કંઈક આપવાની ભાવના છૂપાયેલી હોય છે’.

દોષીએ IIM અમદાવાદમાં લૂઈસ કાન સાથે 1960મા કામ કર્યું હતું. પોતાના પ્રોજેક્ટમાં તેમણે બે બીલ્ડિંગ વચ્ચે ખાલી જગ્યા ન છોડવી પડે તે માટે પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત તેમણે ચંદીગઢમાં પણ આવા અનેક નમુનાઓ બનાવ્યા છે. જેમાં તેમણે ધનઘોર રસ્તાઓ, વેલ સેટલ ગલીઓની પેટર્ન ડિઝાઈન કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp