કપાળે ચાંદલો કરવાના છે જબરદસ્ત ફાયદા, વિજ્ઞાન પણ માને છે આ ફાયદા

PC: wp.com

તમે લોકોને ઘરમાં કે મંદિરમાં માથે તિલક કે ચાંદલો કરતા જોયા જ હશે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન, હળદર અને ભસ્મનો ચાંદલો કરતા હોય છે. જો કે શું તમે જાણો છો કે ચાંદલો કરવા પાછળ માત્ર ધાર્મિક કારણ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. તો આવો જાણીએ એવા ખાસ ત્રણ કારણો કે જેને જાણ્યા પછી તમે ઘરની બહાર નીકળતા પહેલા માથા પર ચાંદલો કરવાનું ભૂલશો નહીં. 

આત્મવિશ્વાસ વધારો થાય

મનોવૈજ્ઞાનિકોના મતે તમારી બંને આઈબ્રો વચ્ચેનો ભાગ જ્યાં તમે ચાંદલો કરો છો, તેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ ભાગને ત્રિનેત્ર પણ કહેવામાં આવે છે કારણ કે તમારા શરીરમાં શક્તિનો સંચાર ત્યાંથી થાય છે. આ જ કારણોસર મહિલાઓ હંમેશા ત્યાં ચાંદલો કરે છે, જેનાથી તેમનામાં ઉર્જા વધુ હોય છે. આ જગ્યાએ ચાંદલો કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. 

મનને શાંતિ મળે 

માથા પર તિલક કરવાથી વ્યક્તિને શાંતિ મળે છે. હળદરનો ચાંદલો કરવાથી હળદરમાં રહેલા એન્ટિ બેક્ટેરીયલ તત્વો રોગોને દૂર કરવામાં મદદ કરે છે. મંદિરમાં જઈને ચાંદલો કરવાથી એક આધ્યાત્મિક શાંતિની પણ અનુભૂતિ થાય છે.

નિરાશા દૂર થાય 

આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ચંદનનો ચાંદલો કપાળ પર કરવાથી મગજમાં સેરાટોનિન અને બીટા એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિત રીતે વહન થાય છે જેના કારણે વ્યક્તિ ઉદાસ રહેવાને બદલે ખુશ રહેવાની કોશિશ કરે છે. મનુષ્ય ચાંદલો કર્યાં પછી પોતાની જાતને સારા કામોમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે. જેના કારણે વ્યક્તિમાં તણાવ ઓછો થાય છે અને માથાનો દુખાવો પણ ઓછો થાય છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp