અમદાવાદમાં પહેલી વાર 'કાર્ટિસ્ટ યાત્રા' યોજાઈ, જુઓ કાર પર કરેલી કલાકૃતિઓ

PC: Youtube.com

અમદાવાદમાં સામાજિક અને ધાર્મિક પદયાત્રાઓ અવારનવાર યોજાતી હોય છે પરંતુ અમદાવાદમાં પતંગ મહોત્સવના ડોમની પાછળના ભાગમાં પહેલી વાર કાર્ટિસ્ટ યાત્રા યોજાઈ છે. કાર્ટિસ્ટ યાત્રા નામ કદાચ તમને અનોખું લાગતું હશે પણ આ નામ જેટલું અનોખું છે તેટલી જ અનોખી કલાકૃતિઓ આ યાત્રામાં જોવા મળે છે. ટૂંકમાં કહી શકાય કે, આ યાત્રા એ કાર અને આર્ટનું એક પ્રમોશન છે કારણકે આ પ્રમોશનમાં વિન્ટેજ કાર પર કલાકારો દ્વારા અલગ અલગ કલાકૃતિ ચિતરવામાં છે. આ કાર્ટિસ્ટ યાત્રા દેશના 15 રાજ્યોમાં યુનિટીની થીમને લઈને યોજવાની છે. સૌથી પહેલા કાર્ટિસ્ટ યાત્રા જયપૂરમાં યોજાઈ હતી અને બીજી યાત્રા અમદાવાદમાં યોજાઈ છે. આ યાત્રાનો મૂખ્ય હેતુ ઇન્ડિયન ઓટો મોબાઈલની હિસ્ટ્રીને કાર થકી રજૂ કરવાનો છે. આ યાત્રામાં કાર અને આર્ટનું અનોખુ સંગમ જોવા મળે છે. આ યાત્રામાં 15 કાર છે અને સૌથી જૂની 1929ની શેવરોલે કાર છે. આ ઉપરાંત અલગ અલગ કંપનીઓની કારને પણ અનોખી રીતે ડિસ્પ્લે કરવામાં આવી છે.

કાર્ટિસ્ટ યાત્રાની મુલાકાતે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો વિચાર અમે અમદાવાદી અમારી કારને ડેકોરેટ કરવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આર્ટિસ્ટ અને કારના શોખીન લોકોને આ કન્સેપ્ટ સારો લાગ્યો છે. આ કાર્ટિસ્ટ યાત્રાના આયોજકોએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ યાત્રા અમે 19 જાન્યુઆરીથી જયપુરથી શરૂ કરી છે અને આ કાર્ટિસ્ટ યાત્રાનો મુખ્ય હેતુ લોકોને ઇન્ડિયન ઓટો મોબાઈલની યુનિટીની સાથે રાખવાનો છે. યુનિટીનો મતલબ એવો છે કે, અમે જે જે જગ્યા જઈએ છીએ ત્યાંના લોકો કાર અને ઓટો મોબાઈલ વિષે શું વિચારે છે, તે અમે એક આર્ટ દ્વારા પ્રદશિત કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp