પાતરમાં ભોજન લેવાની પરંપરા હજુ ભૂલાઈ નથી

PC: khabarchhe.com

ખાખરાના વૃક્ષના પાન સુકવીને તેમાં ભોજન લેવાની પરંપરા સાવ ઓછી થઈ ગઈ છે. તેમ છતાં હજુ ઘણાં પરિવાર છે જે પાતરમાં જ ભોજન લે છે, વાસણમાં નહીં.

પાતર બનાવવા માટે ખાખરાના પાન લઈને એક પાતરમાં ચાર પાંચ પાનની કિનારીને લીમડાની સળીથી સાંધી કે જોડી દેવામાં આવે છે. ભોજન લેવાનું પાતર કે પાત્ર તૈયાર થઈ જાય છે. જે આખુ વર્ષ સાચવીને રાખી શકાય છે. મોટા ભાગે મરજાદી એટલેકે વૈષ્ણવ સંપ્રદાયના ચુસ્ત અનુયાયીઓ આ પાત્રમાં ભોજન લે છે. પણ તેમાં મોટી ખામી એ છે કે પાત્રમાં શાક કે દાળ લેવામાં આવે ત્યારે તે સાંધામાંથી લીક થાય છે. જોકે હવે મશીન પ્રેસ પાતર બનવા લાગ્યા હોવાથી લીકેજની સમસ્યા રહી નથી. મશીનથી કાંઠા પણ બની જાય છે.

ખાખરાના પાનમાંથી વાડકાનું પાત્ર પણ બને છે. જેમાં દાળ કે શાક લેવાના ઉપયોગ કરાય છે. હવે દેશી પરંપરાથી ભોજન આપતી હોટેલોમાં પતરામાં ભોજન આપવાનું શરૂ થયું છે. પાતરનો મોટો ફાયદો એ છે કે તે એક વખત વાપરીને ફેંકી દેવાની હોય છે. ડીસ્પોજેબલ પાતરા ડીસમાં ભોજન કરવાનાં ઘણાં ગુણ હોય છે તેમ વૈષ્ણવ સંપ્રદાયના લોકો કહે છે.

ખાખરાના પાન + લીંબડાની હરી + હાથ મહેનત = પાતર કે દુના

જુનાગઢ જિલ્લાનું એક પરિવાર પરંપરા જાળવી રહ્યું છે. વરસાદના સમયમાં ખેતી કામના હોવાથી વૈષ્ણવ પોપટભાઇ બાબરીયા તથા સહ પરીવાર 1 વર્ષ માટેના પાતર-દુના બનાવે છે આ પાત્રામાં આખુ વર્ષ પ્રસાદ(ભોજન) લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp