સરસાણા ડોમ નવરાત્રી ખાતે નારીશક્તિનું માતાજીના આંગણે આગમન

સુરતના સરસાણા ડોમ ખાતે ટાઈમ્સ ગ્રુપ દ્વારા આયોજીત અને Khabarchhe જેમાં પાર્ટનર છે તેવી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી ત્રણ રાત્રીઓથી ખેલૈયાઓ ગરબાના તાલે બરોબરના ઝૂમી રહ્યા છે. પરંતુ ગઈકાલની રાત અનોખી અને ખાસ રહી હતી. ગઈકાલે માતાજીના આંગણે શહેરની એવી નારીશક્તિનું આગમન થયું હતું જેણે જુદાજુદા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. આ નારીશક્તિએ પણ ગઈ રાત્રીએ ગરબાનો આનંદ માણ્યો હતો.

ગઈકાલે અહીં ગરબા ગાવા આવેલી મહિલાઓમાંથી ચાર ખાસ મહિલાઓ હાજર હતી. આ ચાર મહિલાઓમાંથી એક ઇન્કમ ટેક્સ ઓફિસર, બેક SMCના કોર્પોરેટર્સ, એક ટ્રાવેલ એજન્સીના ડિરેક્ટર તેમજ એક ગૃહિણી સામેલ હતી. રીશીકા જોશી જે ઇન્કમ ટેક્સ ઓફિસર છે તો રૂપલ શાહ SMCના ચેરમેન અને છે વોર્ડ નંબર 20ના તેમના સાથી કોર્પોરેટર રેશ્માબેન લાપસીવાલા સાથે અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ટ્રાવેલ એજન્સી ચલાવી રહેલા દુરીયા તાપીયા અને ગૃહિણી મોનિકા સોલંકીએ સરસાણા ડોમમાં આયોજીત ગરબાને ભરપૂર માણીને અહીંના વાતાવરણ અને ખેલૈયાઓને મળતી સુવિધાઓની ભરપેટ પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp