શું અંગ્રેજી એક બીમારી છે, જે અંગ્રેજો જતાં-જતાં ભારતમાં મૂકતાં ગયા?

PC: samayam.com

હિંદી દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હિંદીનું મહત્ત્વ બતાવતા જણાવ્યું હતું કે, અંગ્રેજી એક બીમારી છે, જેને અંગ્રેજો જતાં-જતાં ભારતમાં છોડી ગયા હતાં. દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં તેણે આ વખતે એ વાત પર ધ્યાન આપ્યું હતું કે હિંદી ભારતમાં સામાજિક-રાજકીય અને ભાષાકીય એકતાનું પ્રતીક હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાજ્ય ગૃહમંત્રી કિરણ રિજિજૂ, હંસરાજ આહિર અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ ઉપસ્થિત હતાં.

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું હતું કે સંવિધાન સભાએ 14 સપ્ટેમ્બર, 1949નાં દિવસે હિંદીને આધિકારીક ભાષાઓમાંથી એકનાં રૂપમાં સ્વીકાર કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, તમને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે કોલેજનાં દિવસોમાં હું હિંદી વિરોધી ચળવળનો હિસ્સો હતો. ભારતમાં હિંદી વિના આગળ વધવું મુશ્કેલ છે. સાથે જ એ પણ એટલું જ જરૂરી છે કે આપણે આપણી માતૃભાષાને પણ પ્રોત્સાહિત કરીએ.

વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, ભાષા અને ભાવનાઓ સાથે-સાથે ચાલે છે. જો તમે લોકો સુધી પહોંચવા માંગતા હો તો અને તેમને સમજવા માંગતા હો તો તે માટ તમારે પોતાની ભાવનાઓને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરવી પડશે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ ઘરમાં પોતાની માતૃભાષામાં વાત કરવી જોઈએ.

ક્ષેત્રીય ભાષાઓનાં સાહિત્યનો પણ હિંદી ભાષામાં અનુવાદ કરવો જોઈએ. હિંદી સ્વતંત્રતા સેનાનીઓની મુખ્ય ભાષા હતી અને દેશનાં મોટાભાગનાં લોકોએ તેને બોલતા અને સમજતા થઈ ગયા હતાં. જો આપણે એવું ઈચ્છતા હોઈએ તે આપણું લોકતંત્ર પ્રગતિશીલ અને મજબૂત હોવું જોઈએ, તો આપણે રાજ્ય સરકારોનાં કામકાજમાં ક્ષેત્રીય ભાષાઓ અને કેન્દ્ર સરકારનાં કામકાજમાં હિંદી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશી લોકો જ્યારે ભારત આવે છે, તો તેઓ પોતાની ભાષામાં બોલે છે, આપણે તેમની ભાવનાઓ સમજવી જોઈએ. દરેક ભારતીય ભાષાઓ જીવંત હતી અને તેમાંથી પ્રત્યેક ભાષાનું પોતાનુ સાહિત્ય, શબ્દકોશ અને મુહાવરા હતાં. એ ચર્ચાનો વિષય નહોતો કે શું હિંદી બધી જ ભારતીય ભાષાઓમાં સૌથી સારી હતી, કારણ કે અન્ય ઘણી ભાષાઓ પણ હતી, જે હિંદી કરતાં પણ વધુ જૂની અને વધુ જીવંત હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp