26th January selfie contest

તૈમૂરી વંશાવલીના મુગલ વંશના શાસક અકબર વિશે કેટલીક જાણી-અજાણી વાતો

PC: thebetterindia.com

અકબર તૈમૂરી વંશાવલીના મુગલ વંશનો ત્રીજો શાસક હતો. અકબરને અકબર-એ-આઝમ શહેનશાહ અકબર પણ કહેવામાં આવે છે. અકબરે સામ્રાજ્યની એકતા બનાવી રાખવા માટે એવી નીતિઓ અપનાવી, જેને કારણે મુસ્લિમ ન હોય તેવા લોકોની રાજભક્તિ જીતી શકાય. અકબરે પોતાના શાસનકાળમાં દરેક ધર્મોનું સન્માન કર્યુ હતુ, દરેક જાતિ-વર્ગના લોકોને એક સમાન ગણ્યા અને તેમની સાથે પોતાની મિત્રતા અને સંબંધો સ્થાપિત કર્યા હતા.

 • જલાલુદ્દીન મોહમ્મદ અકબરનો જન્મ 15 ઓક્ટોબર, 1542 ઈ.માં અમરકોટમાં થયો હતો
 • અકબરનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો, આથી તેનું નામ બદરુદ્દીન મોહમ્મદ અકબર રાખવામાં આવ્યુ હતુ.
 • બદ્રનો અર્થ થાય છે પૂર્ણ ચંદ્રમા અને અકબર તેના નાના શેખ અલી અકબર જામીના નામમાંથી લેવામાં આવ્યુ હતુ.
 • અકબરે મુગલ શક્તિનો ભારતીય ઉપમહાદ્વીપના મોટાભાગના ભાગોમાં વિસ્તાર કર્યો.
 • અકબરના શિક્ષક અબ્દુલ લતીફ ઈરાની વિદ્વાન હતા. અકબરનો રાજ્યાભિષેક 14 ફેબ્રુઆરી, 1556 ઈ.એ પંજાબના કલનૌરમાં થયો હતો.
 • બેરમ ખાન 1556થી 1560 ઈ. સુધી અકબરનો સંરક્ષક હતો. પાણીપતની બીજી લડાઈ 1556 ઈ.એ અકબર અને હેમૂની વચ્ચે થઈ હતી. મુગલ સામ્રાજ્યમાં અકબરની દૂધમાતા માહમ અનગા બેરમ ખાન વિરુદ્ધ ષડયંત્ર કરતી રહેતી હતી. આ કારણે બેરમને હજ માટે આદેશ આપવામાં આવ્યો, જ્યાં 1561 ઈ.માં તેની હત્યા કરવામાં આવી હતી.
 • હલ્દીઘાટીનું યુદ્ધ મુગલ બાદશાહ અકબર અને મહારાણા પ્રતાપની વચ્ચે 18 જુન, 1576 ઈ.એ લડવામાં આવ્યુ હતુ. અકબર અને રાણા વચ્ચે આ યુદ્ધ મહાભારત યુદ્ધની જેમ વિનાશકારી સાબિત થયુ હતુ. એવું માનવામાં આવે છે કે, આ યુદ્ધ ન તો અકબર જીતી શક્યો ન તો રાણા હારી શક્યો. મુગલોની પાસે સૈન્ય શક્તિ વધુ હતી, તો રાણા પ્રતાપની પાસે લડવાની શક્તિની કોઈ કમી નહોતી. તેણે અંતિમ સમય સુધી અકબરની સંધિની વાત સ્વીકારી નહોતી અને માન-સન્માન સાથે જીવન વ્યતીત કરતા-કરતા લડતા રહ્યા હતા. અકબરના સેનાપતિનું નામ માનસિંહ હતુ.
 • ગુજરાત વિજય દરમિયાન અકબર પોર્ટુગલોને મળ્યો અને અહીં જ તેણે પહેલીવાર સમુદ્ર જોયો. તેણે હિંદુ-મુસ્લિમ સંપ્રદાયો વચ્ચેની દૂરી ઓછી કરવા માટે દીન-એ-ઈલાહી નામના ધર્મની સ્થાપના કરી.

અકબર દ્વારા જીતવામાં આવેલા પ્રદેશો (ઉત્તર ભારત)

 

પ્રદેશ

શાસક

વર્ષ

મુગલ સેનાપતિ

1.

માળવા

બાજ બહાદુર

1561

આધમ ખાન, પીરમોહમ્મદ

.2

ચુનાર

અફધાનોનું શાસન

1562

અબ્દુલ્લા ખાન

.3

ગોંડવાના

વીર નારાયણ અને દુર્ગાવતી

1564

આસફ ખાન સ્વયં આધિનતા

.4

આમેર

ભારમલ

1562

સ્વીકાર કર્યો

.5

મેડતા

જયમલ

1562

સરફુદ્દીન

.6

મેવાડ

ઉદય સિંહ અને રાણા પ્રતાપ

1568

અકબર પોતી, માન સિંહ અને આસફ ખાન

.7

રણથંભોર

સુરજનહાડા

1576

ભગવાન દાસ અકબર

.8

કાલિંજર

રામચંદ્ર

1569

મજનુ ખાન કાકશાહ

9

મારવાડ

રાવ ચંદ્રસેન

1570

આધિનતા સ્વીકારી

10

જેસલમેર

રાવલ હરિરાય

1570

આધિનતા સ્વીકારી

11

બિકાનેર

કલ્યાણમલ

1570

આધિનતા સ્વીકારી

12

ગુજરાત

મઝફ્ફર ખાન

1571

સમ્રાટ અકબર

13

બિહાર અને બંગાળ

દાઉદ ખાન

1574-76

મુનીમ ખાનખાના

14

કાબુલ

હકીમ મિર્ઝા

1581

માનસિંહ અને અકબર

15

કાશ્મીર

યુસુફ, યાકુબ ખાન

1586

માનસિંહ અને કાસમ ખાન

16

સિંધ

જાનીબેગ

1591

અબ્દુર્રહિમ ખાનખાના

17

ઓડિશા

નિસાર ખાન

1590-91

માનસિંહ

18

બલુચિસ્તાન

પન્ની અફગાન

1595

મીર માસૂમ

19

કંધાર

મુઝફ્ફર હુસેન

1595

શાહબેગ

                         

અકબર દ્વારા જીતવામાં આવેલા પ્રદેશો (દક્ષિણ ભારત) 

1

ખાનદેશ

અલી ખાન

1591

સ્વેચ્છાથી આધિનતા સ્વીકારી

2

દોલતાબાદ

ચાંદ બીવી

1599

મુરાદ, ખાનખાના, અકબર

3

અહમદનગર

બહાદુર શાહ, ચાંદ બીવી

1600

 

4

અસીરગઢ

મીરન બહાદુર

1601

અકબર

 • દીન-એ-ઈલાહી ધર્મના પ્રધાન પુરોહિત અકબર હતા.
 • દીન-એ-ઈલાહી ધર્મ સ્વીકાર કરનારા પ્રથમ અને અંતિમ હિંદુ શાસક બીરબલ હતા.
 • અકબરના જૈન ધર્મના જૈનાચાર્ય હરિવિજય સૂરીને જગતગુરુની ઉપાધુ પ્રદાન કરી હતી.
 • રાજસ્વ પ્રાપ્તિની જપ્તી પ્રણાલી અકબરના શાસનકાળમાં પ્રચલિત હતી.
 • અકબરના દરબારના પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન હતા.
 • અકબરના દરબારના પ્રસિદ્ધ ચિત્રકાર અબ્દુસસમદ હતા.

અકબરના કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યો

કાર્ય

વર્ષ

દાસ પ્રથા

1562

અકબરને હરમદલથી મુક્તિ

1562

તીર્થ યાત્રા કર સમાપ્ત

1563

જજિયા કર સમાપ્ત

1564

ફતેહપુર સિકરીની સ્થાપના અને રાજધાનીને આગરાથી ફતેહપુર લઈ જવી

1571

ઈબાદત ખાનાની સ્થાપના

1575

ઈબાદત ખાનામાં દરેક ધર્મના લોકોને પ્રવેશની અનુમતિ

1578

મજહરની જાહેરાત

1579

દીન-એ-ઈલાહીની સ્થાપના

1582

ઈલાહી સંવતની શરૂઆત

1583

રાજધાની લાહોર સ્થળાંતરિત

1585

 • અકબરની શાસન પ્રણાલીની પ્રમુખ વિશેષતા મનસબદારી પ્રથા હતી.
 • અકબરના સમકાલીન સૂફી સંત શેક સલીમ ચિશ્તી હતા.
 • અકબરને સિંકદરાબાદ પાસે દફનાવવામાં આવ્યા હતા.
 • અબુલ ફઝલ અકબરના દરબારના રાજકવિ હતા.
 • અકબરના દરબારમાં નવરત્નોના નામો આ પ્રકારે હતા- અબુલ ફઝલ, ફૈઝી, તાનસેન, રાજા બીરબલ, રાજા ટોડરમલ, રાજા માનસિંહ, અબ્દુલ રહીમ ખાન-એ-ખાના, ફકીર અજિઓ-દિન, મુલ્લાહ દો પ્યાઝા.
 • અબુલ ફઝલના અકબરનામા તેમજ આઈને અકબરી જેવા પ્રસિદ્ધ પુસ્તકની રચના કરી.
 • સંગીત સમ્રાટ તાનસેનની ગણના ભારતના મહાન ગાયકો, મુગલ સંગીતના સંગીતકારો અને શ્રેષ્ઠ સંગીતજ્ઞોમાં કરવામાં આવે છે.
  તાનસેનનું નામ અખબરના પ્રમુખ સંગીતજ્ઞોની સૂચિમાં સર્વોપરિ હતુ.
 • તાનસેન દરબારી કલાકારોનો મુખિયા અને સમ્રાટના નવરત્નો પૈકી એક હતો.
 • યુસુફઝાઈયોના વિદ્રોહને દબાવવા દરમિયાન બીરબલની હત્યા થઈ ગઈ.
 • 1602 ઈમાં સલીમના નિર્દેશ પર દક્ષિણથી આગરા તરફ જઈ રહેલા અબુલ ફઝલને રસ્તામાં વીર સિંહ બુંદેલાસરદારે હત્યા કરાવી દીધી.
 • મુગલોની રાજકીય ભાષા ફારસી હતી.
 • અકબરના કાળને હિંદી સાહિત્યનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે.
 • અકબરે બિરબલને કવિપ્રિય અને નરહરિને મહાપાત્રની ઉપાધિ આપી હતી.
 • અકબરે બુલંદ દરવાજાનું નિર્માણ ગુજરાત વિજયના ઉપલક્ષ્યમાં કરાવ્યુ હતુ.
 • અકબરે શીરી કલમની ઉપાધિ અબ્દુસસમદને અને જડી કલમની ઉપાધિ મોહમ્મદ હુસેન કાશ્મીરીને આપી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp