10000 ડોલરમાં વેચાય શકે છે ગાંધીજીના સાઇનવાળી તસવીર

PC: Old Indian Photos.com

મહાત્મા ગાંધીના સિગ્નેચરવાળું એક પોસ્ટર તેમના સૌથી જૂના અને વિશેષ પોસ્ટરમાંનું એક છે. તેમનું પોસ્ટર અમેરિકામાં થઈ રહેલી પેઇન્ટિંગની એક હરાજીમાં 10 હજાર ડોલરમાં વેચાઈ શકે છે. આ પોસ્ટરમાં તેઓ મદન મોહન માલવીય સાથે ચાલતા હોય એવું દેખાય છે. આ પોસ્ટરમાં ફાઉન્ટન પેનથી ગાંધીજીએ તેમના અક્ષરોમાં ‘આઈ એમ ગાંધી’ લખ્યું છે. આ દુર્લભ પોસ્ટર સપ્ટેમ્બર 1931મા લંડનમાં થયેલા ભારતના ગોળમેજી સંમેલનના બીજા સત્રમાં લેવામાં આવ્યું હતું.

આ પોસ્ટરની પાછળ ગ્રેટ બ્રિટેનના એસોશિએટેડ પ્રેસના કોપી રાઈટના બે સ્ટેમ્પ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ સંગ્રહકર્તાઓએ સહીથી તિથિ અને ઓળખાણ પણ અંકિત કરી છે. અમેરિકાના આર.આર ઓકશન્સના કહ્યા પ્રમાણે ‘આ પોસ્ટર તે સમયનું છે જ્યારે ગાંધીજી તેમના ડાબા હાથના દુખાવાથી મુશ્કેલીમાં હતા’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp