ગાંધીજી વિસરાયા : સફાઈ કર્મચારીની હકાલપટ્ટી, કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને ડબલ ભાવમા

PC: MouthShut.com

અમદાવાદના સાબરમતી આશ્રમનાં 100 વર્ષ પરા થયા તેની શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે. આ હરિજન આશ્રમમાં ગાંધીજી જાતે સંડાસ સાફ કરતાં હતા. પણ હવે અહીં વૈભવી સંડાસ બની ગયા છે. તેની સફાઈ કરવા માટે કાયમી કર્મચારીને એકાએક છુટા કરી દઈને હવે ખાનગી કંપનીને સંડાસની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કરોડના ખર્ચે વૈભવી સંડાસ બનાવેલું છે. જેમાં સેન્સરથી પાણી આપતાં નળ મુકવામાં આવ્યા છે. આશ્રમના ડાયરેક્ટર તરીકે ત્રીદીપ સૃહદ જ્યારથી આવ્યા છે, ત્યારથી ગાંધીજીના સાદગીના સિધાંત ભૂલી જવાયા છે. ચકચકતાં કમરા અને બાથરૂમ બનાવાયા છે. અસલી મકાનોમાં તોડફોડ કરીને નકલી બનાવી દેવાયા છે. આશ્રમની પોતાની ખાનગી માહિતી પોતાના નામે પુસ્તકોમાં લખી છે. 

કિરીટભાઈ કરીને ગાંધી આશ્રમની સફાઈ કરનારા એક દલિત કર્મચારી થોડા મહિના પહેલાં હતા. કિરીટભાઈ આશ્રમથી ઘરે જતાં હતા ત્યારે તેમને વાહન અકસ્માત થયો હતો. તેથી થોડા મહિના હોસ્પીટલની સારવારના કારણે રજા પર રહ્યાં હતા. તેઓ જ્યારે ટોઈલેટ સફાઈની ફરજ પર હાજર થયા ત્યારે આશ્રમના ડાયરેક્ટરે તેમને નોકરીએ લેવાનો ઈન્કાર કરી દીધો. સારવારનું રૂ.40 હજારનું ખર્ચ આપવું તો બાજુ પર રહ્યું પણ તેમને હક્કના નાણા આપ્યા વગર નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહિને રૂ.8 હજાર પગાર આપતાં હતા તે આપવાની ના પાડી દેવામાં આવી હતી. 

તેમને હાંકી કાઢ્યા બાદ રૂ.30 હજારના ખર્ચે ખાનગી કંપનીને સંડાસ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરે મહિને રૂ. 8 હજારના ઉચ્ચક પગારથી બે સફાઈ કર્મચારીને કામ સોંપ્યું છે. અને 14 હજાર કંપની પોતે નફો લે છે. કિરીટભાઈ પાંચ સ્થળે સંડાસ સાફ કરતાં હતા. હવે કંપનીના કર્મચારીઓ બે સ્થળે તે સાફ કરે છે. કિરીટભાઈ આશ્રમના તમામ કાર્યક્રમોમાં ખડે પગે રહીને તમામ કામ કરાવતાં હતા. હવે આ કંપની માત્ર સંડાસ સાફ કરવાનું જ કામ કરે છે. 

ગાંધીજીએ આશ્રમમાં હરતુ ફરતું સંડાસ વસાવ્યું હતુ, જેમાં જમીનમાં ખાડો કરીને તેમાં સંડાસ કરવાનું રહેતું હતું. તે ખાડો ભરાય જાય એટલે બીજા સ્થળે તે સંડાસને લઈ જવામાં આવતું હતુ. કારણ એટલું કે તેમ કરવાથી સારૂં ખાતર મળતું હતુ. પણ આજના આધુનિક સંચાલકો રૂ.30 હજારનો એક એવા સેન્સર વાળા 10 નળ નાંખે છે, સંડાસ પાછળ કરોડનું ખર્ચ કરે છે. 

આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી ત્યારે આશ્રમના નિયમો અને આચારસંહિતા બનાવી હતી. 100 વર્ષમાં જ ગાંધીજીના સિદ્ધાંતો જ ભુલાઈ ગયા છે. જે સિદ્ધાંતોના અમલ માટે ગાંધીજીએ આશ્રમની સ્થાપના કરી હતી તે આશ્રમમાં સિધાંતોની અને માનવતાની રોજે રોજ હત્યા થઈ રહી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp