ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી રાજ્યના કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરશે

PC: Khabarchhe.com

કલાકારોને પ્રોત્સહિત કરવાના હેતુથી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જે અંતર્ગત રૂ. 51,000નો રોકડ પુરસ્કાર, શાલ, તામ્રપત્ર આપવામાં આવશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની લલિતકલા અકાદમી દ્વારા રાજ્યના ચિત્રકલા, છબિકલા, શિલ્પકલા સહિતનાં ક્ષેત્રમાં વિશિષ્ટ અને ગણનાપાત્ર યોગદાન પ્રદાન કરનારા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા ગુજરાતના કલાકારોનું સન્માન કરાશે.

લલિતકલા અકાદમી ગૌરવ પુરુસ્કૃત કલાકારો, અકાદમીના ભૂતપૂર્વ સભ્યો, અધ્યક્ષો, સાંસદસભ્યો, ધારાસભ્યો તથા માન્ય યુનિવર્સિટીના કુલપતિઓ કલાકારોની ભલામણ કરી શકશે, તેમજ કલાકાર જાતે પણ અરજી કરી શકશે.

ગૌરવ પુરસ્કાર સન્માનને પાત્ર કલાકારોએ નામ, સરનામું, જન્મતારીખ-ઉંમર, ટેલીફોન/મોબાઇલ નંબર, ગૌરવ પુરસ્કારનું ક્ષેત્ર, કલાના ક્ષેત્રમાં કરેલ પ્રમુખ પ્રદાનની વિગત, તેને સમર્થન આપતી વિગતો (બાયોડેટા) તથા આધારકાર્ડ/ચુંટણીકાર્ડની ઝેરોક્ષ સહિતની માહિતી સાથે લલિતકલા અકાદમીના કાર્યાલય ખાતે અરજી કરવાની રહેશે.

સ્પર્ધામાં નામાંકન કરવા ઈચ્છૂક કલાકારોએ આગામી તા. 22મી ફેબ્રુઆરી-2021 સુધીમાં ‘સચિવ, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, ભાઈકા કાકા હોલની સામે, એલિસબ્રીજ, અમદાવાદ-380006’ને અરજીપત્રકો રજૂ કરવાના રહેશે.

ગૌરવ પુરસ્કાર માટે અગાઉ અરજી કરી હોય તેવા કલાકારોએ નવેસરથી ભલામણ કે અરજી કરવાની રહેશે. પરંતુ જે કલાકારોએ વર્ષ 2016-17, વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 માટે ગૌરવ પુરસ્કાર મેળવવા અરજી કરી હોય તે કલાકારોએ પુનઃઅરજી કરવાની રહેશે નહીં. ગૌરવ પુરસ્કાર માટે કલાકારની પસંદગી અંગે સક્ષમ સમિતિનો નિર્ણય આખરી ગણાશે. મળેલી ભલામણો પરત કરવામાં આવશે નહીં જેની નોંધ લેવા પણ લલિત કલા અકાદમી સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp