ફળાહારી બનેલા ગુજરાતીઓ વર્ષે આટલા કરોડ ટન ફળો આરોગી જતા હોવાનો અંદાજ

PC: indiatimes.com

ગુજરાતમાં એક કરોડ ટન ફળના ઉત્પાદનના આંકને પાક કરી દેવામાં આવે તેવી શક્યતા ઊભી થઈ છે. ગુજરાતમાં માથાદીઠ વર્ષે 150 કિલો ફળો પેદા થાય તેવી શક્યતા આ વર્ષે ઊભી થઈ છે. જે રોજનું 410 ગ્રામ ફળનું ઉત્પાદન થવા જાય છે. ગુજરાત બહારથી આવતાં ફળો સાથે વર્ષે 2 કરોડ ટન ફળ ગુજરાતના લોકો ખાતાં હોવાનો અંદાજ બાગાયતી વિભાગના અધિકારી જણાવી રહ્યાં છે.

10 વર્ષ પહેલા ગુજરાતમાં 5.50 કરોડ લોકો માટે 3.53 લાખ હેક્ટરમાં 70 લાખ ટન ફળ પેદા થતાં હતા. આજે 4.40 લાખ હેક્ટર વિસ્તારમાં 99 લાખ ટન ફળો પેદા થશે.

10 વર્ષ પહેલાં 3.95 લાખ હેક્ટરમાં શાકભાજી ઉગાડવામાં આવતાં હતા અને 68.07 લાખ ટન પેદા થતાં હતા. આ વર્ષે શાકભાજીનું વાવેતર 6.26 લાખ હેક્ટરમાં 1.25 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા છે. અને ગુજરાત બહારથી બીજું 50 લાખ ટન શાક આવતો હોવાનો અંદાજ છે. આમ કુલ 1.75 કરોડ ટન શાક ભાજી ગુજરાતના 6.50 કરોડ લોકો આરોગે છે. જે માથાદીઠ વપરાશ ફળ કરતાં ઓછો છે.

આમ હવે ગુજરાતના લોકો શાકાહારી ગણાતા હતા તે હવે છેલ્લાં દશકામાં ચિત્ર બદલાયું છે. હવે ફળાહારી પ્રજા તરીકે ઓળખવામાં આવે તો તેનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી.

ગુજરાતના લોકો ફળ વધું ખાવા લાગ્યા હોવાનું બીજું એક કારણ એવું છે કે, છેલ્લાં 7 વર્ષથી શાક કરતાં ફળો સસ્તા થઈ ગયા છે. લોકો શાક-ભાજી ખાવાના બદલે ફળો વધું ખાઈ રહ્યાં હોવાનું કારણ ભાવ ફેર છે. દાડમ, દ્રાક્ષ, જામફળ, સફરજન, જામફળ, બોર, ચીકુ, કેરી, નાળીયેર, કેળા જેવા ફળો હવે ડૂંગળી કરતાં સસ્તા મળતા થયા છે. બીજા શાક-ભાજી કરતાં સસ્તા મળતાં થયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp