ધન્ય છે ગુજરાત, મુશ્કેલીના સમયમાં શોધી લીધો એવો વેપાર કે જેનાથી બધાને ફાયદો

PC: absugars.com

 ગુજરાતમાં વેન્ટીલેટર પછી હવે કોરોના સામે લડવા માટે શેનું ઉત્પાદન શરૂ થયું છે તેવો પ્રશ્ન કોઇ પૂછે તો તેના જવાબમાં પર્સલન પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને એન-95 માસ્ક કહી શકાય તેમ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિનંતી પછી કેટલીક કંપનીઓ ઉત્પાદન કરવા સામે આવી છે.

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરના રાજકોટની જ્યોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતમાં વધુ બે ઉપકરણો-સાધનોનું નિર્માણ ખાનગી કંપનીઓ કરી રહી છે. આ કંપનીઓ માસ્કની સાથે સાથે મેડીકલ સ્ટાફ માટેના મેડીકલ સાધનો બનાવી રહી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કોરોનાના રોગગ્રસ્તોની સારવારમાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય ઉપયોગ કરવો પડે છે. આવા ઇકવીપમેન્ટ કિટની વિશ્વભરમાં ખૂબ માંગ છે ત્યારે ગુજરાતમાં તેની પૂરતી ઉપલબ્ધિ થાય એટલું જ નહિ, ગુજરાતમાં ઉત્પાદિત આ કિટ કોરોના રોગગ્રસ્તોની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો-મેડીકલ સ્ટાફને પણ મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દ્વારા તેનું ઉત્પાદન થઇ રહ્યું છે.

કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક થતું અટકાવવા અને આ સંભવિત રોગ સંક્રમિતોની તપાસ સારવાર કરતા તબીબોને સેલ્ફ સેફટી માટે N-95 માસ્કની જરૂરત રહે છે. આવા એન-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સેલ્યુઝ પ્રોડકટસ ચાંગોદર દૈનિક 25000 માસ્કનું ઉત્પાદન કરે છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે મોટા શહેરોમાં તો બેડની સુવિધા કરવામાં આવી છે પરંતુ હવે રાજ્યના 29 જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ચાર-પાંચ દિવસમાં શરૂ થાય તેની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થાઓ માટે ત્રણ વરિષ્ઠ સચિવોની કમિટીને મુખ્યમંત્રીએ જવાબદારી સોંપી છે.  આ કમિટીમાં વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાના વડપણમાં અગ્ર સચિવ જે.પી.ગુપ્તા અને મૂકેશકુમારને જવાબદારી સોંપવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp