150-200 વર્ષથી રંગ વિના પડ્યા છે આ ગામ, મોતના ડરથી લોકો નથી માનવતા હોળી

PC: krishijagran.com

હોળી ભારતમાં સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. રંગ, ગુલાલ, સ્નેહ અને ભક્તિના આ તહેવારને ઉજવવાની હોળીની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલાક એવા ગામ પણ છે, જ્યાં લાંબા સમયથી હોળી ઉજવવાનો કોઈ રિવાજ નથી. આવો તો તમને ભારતના કેટલાક એવા ગામોની બાબતે જણાવીએ જ્યાં વર્ષોથી હોળીની કોઈ ઉજવણી નથી થતી.

રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ):

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કુરાંઝા અને ક્વિલી નામના બે ગામ છે, જ્યાં લગભગ 150 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો નથી. અહીંના સ્થાનિક રહેવાસીઓની માન્યતા છે કે તેમના કુળ દેવી ત્રિપુર સુંદરીને અવાજ બિલકુલ પસંદ નથી. એટલે આ ગામમાં લોકો હોળી ઉજવતા બચે છે. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ એ જગ્યાનું નામ છે, જ્યાં અલકનંદા અને મંદાકિની નદીનું સંગમ થાય છે. શ્રદ્ધાળુ અહીં કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂર જાય છે. એવી માન્યતાઓ છે કે ભસ્માસુર નામના રાક્ષસની નજરોથી બચવા માટે ભગવાન શિવે અહીં ચમત્કારિક ગુફામાં પોતાને છુપાવી લીધા હતા.

દુર્ગાપુર (ઝારખંડ):

ઝારખંડના દુર્ગાપુર ગામમાં બોકારો કસમાર બ્લોકમાં હોળીની ઉજવણી કરવામાં નથી આવતી. આ ગામમાં રહેનારા લોકો લગભગ એક હજાર લોકોએ 100 વર્ષ કરતા પણ વધારે સમયથી હોળીનો તહેવાર ઉજવ્યો નથી. લોકોનો દાવો છે કે જો કોઈએ હોળીના રંગો ઉડાવી દીધા તો તેનું મોત પાક્કું છે. ગ્રામજનોનું કહેવું છે કે 100 વર્ષ પહેલા અહીં એક રાજાએ હોળી રમી હતી, જેની કિંમત તેને ચૂકવવી પડી હતી. રાજાના પુત્રનું મોત હોળીના દિવસે જ થઈ ગયું હતું. સંયોગથી રાજાનું મોત પણ હોળીના દિવસે જ થઈ ગયું. મરતા પહેલા રાજાએ અહીંના લોકોને હોળી ન ઉજવવાનો આદેશ આપી દીધો હતો.

તામિલનાડુ:

તામિલનાડુમાં રહેતા લોકો પણ પારંપરિક રૂપે હોળીનો તહેવાર ઉજવાતા નથી, જેમ કે ઉત્તર ભારતમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે હોળી પૂનમના દિવસે આવે છે અને તામિલિયનમાં આ દિવસ માસી માગામને સમર્પિત છે. આ દિવસ તેમના પિતૃ પવિત્ર નદીઓ અને તળાવોમાં ડૂબકી લગાવવા માટે આકાશમાંથી ધરતી પર ઉતરે છે. એટલે આ દિવસે હોળી ઉજવણીને વર્જિત માનવામાં આવે છે.

રામસણ ગામ (ગુજરાત):

બનાસકાઠા જિલ્લામાં સ્થિત રામસણ નામના એક ગામમાં પણ છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ ગામનું નામ પહેલા રામેશ્વર રહેતું હતું. એવી માન્યતા છે કે ભગવાન રામ પોતાના જીવનકાળ દરમિયાન એકવાર અહી આવ્યા હતા. એમ કહેવામાં આવે છે કે એક અહંકારી રાજાના દુરાચારના કારણે કેટલાક સંતોએ આ ગામને બેરંગ રહેવાનો શ્રાપ આપ્યો હતો. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા.

લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે  હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ. આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. આ દુર્ઘટના પછી હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp