અમદાવાદથી 80 કિમી દૂર બનશે ઇન્ટરનેશલ ટૂરિઝ્મની ભવ્ય સાઇટ

PC: narendramodi.in

ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સમાં દેશના કોસ્ટલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પેવેલિયન હશે કે જેમાં જે તે રાજ્યની દરિયાઇ સંસ્કૃતિ, કલા-કારીગરી અને ઐતિહાસિક વિરાસતને પ્રદર્શિત કરવામાં આવશે. આ સંકુલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર લોથલની એએસઆઇ સાઇટની નજીકમાં કરવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની રહેશે. આ હેરિટેજ કોમ્પલેક્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતા પૂરી કરી દેવામાં આવી છે અને પર્યાવરણ અંગેની મંજૂરી સહિત જમીન સંબંધિત તમામ મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે.

400 એકરના વિસ્તારમાં આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે. આ તમામ નિર્માણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.

બંદર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે દેશના જે રાજ્યો કે પ્રદેશો દરિયાકિનારો ધરાવે છે તેઓ કલ્ચરલ અને અલાયદી વિરાસતથી ઓળખાય છે અને તેની પ્રસ્તૃતિ તેઓ લોથલના કોમ્પલેક્સમાં કરી શકે છે. ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ બનાવવા માટે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપીંગ અને વોટરવેઝ તેમજ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે જૂન 2021માં સમજૂતી કરાર થયો હતો.

આ સ્થળને આંતરરાષ્ટ્રીય પ્રવાસનના નકશામાં મૂકવાનું હોવાથી તેમાં ભારતના એવા રાજ્યો અને પ્રદેશો કે જ્યાં દરિયા કિનારો છે અને તેઓ ઐતિહાસિક વિરાસત ધરાવે છે તેમને પ્રદર્શનના ભાગીદાર બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી દેશના રાજ્યોને તેમનો સમુદ્રી ઇતિહાસ અને સાગરકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવાનો મોકો મળશે. દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp