જામનગરમાં થઇ રહ્યું છે એવું કામ જે ઋષિઓના જ્ઞાનને હજારો વર્ષો સાચવી શકશે

PC: khabarchhe.com

આપણાં ઋષિ-મુનિઓએ આપેલા જ્ઞાનનો વારસો લુપ્ત થવાના આરે આવ્યો છે ત્યારે ભાવિ પેઢી માટે રાહતના સમાચાર એવા છે કે આ જ્ઞાનને ડિજીટલ મિડીયામાં ઉતારી લેવામાં આવશે એટલે કે તે સદીઓ સુધી સાચવી રાખી શકાશે. આ નિર્ણય કેન્દ્રની મોદી સરકાર દ્રારા લેવામાં આવ્યો છે અને ગુજરાત સરકાર તેનો અમલ કરી રહી છે. પ્રાચીન ગ્રંથોને સાચવવાની આ એક સૌથી મોટી સિદ્ધિ હશે.

જામનગર સ્થિત આયુર્વેદિક યુનિવર્સિટીની લાયબ્રેરીમાં વિભિન્ન વિષયોની 7500 જેટલી પાંડુલિપિઓ આવેલી છે જેને ડિજીટલ રૂપમાં ફેરવવાનું મોટું કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ લાયબ્રેરીની 700 જેટલી લિપિઓને ડિજીટલ કરી દેવામાં આવી છે. એટલે કે સવા લાખ જેટલા જૂના પાનાને ડિજીટલમાં ઉતારી લેવામાં આવ્યા છે કે જેથી વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે અને સંશોધન માટે પણ તે મદદરૂપ થશે.

કેન્દ્રના આયુર્વેદયોગ અને પ્રાકૃતિક ચિકિત્સા મંત્રાલયે કહ્યું હતું કે ભારતની યુનિવર્સિટીઓમાં જે દુર્લભ ગ્રંથો પડ્યા છે અથવા તો લિપિઓ છે તેને ડિજીટલ કરવાનો એક કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે તેના માટે પારંપારિક જ્ઞાન ડિજીટલ લાયબ્રેરીની સ્થાપના કરી છેજે પાંડુલિપિઓનું ડિજીટલાઇઝેશન કરે છે.

 આ લાયબ્રેરીમાં ભારતીય પરંપરાગત ચિકિત્સા જ્ઞાનને નવો ઓપ આપવામાં આવ્યો છે. આપણા ઋષિ-મુનિઓ પાસે જે જ્ઞાન હતું તે આપણા પૂર્વજોએ ગ્રંથોમાં વિકસાવ્યું છે પરંતુ આ ગ્રંથો ક્ષીણ થઇ રહ્યાં છે જેથી તે જ્ઞાન સમાપ્ત થાય તે પહેલાં તેનું ડિજીટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એવી છે કે જૂનાગઢની લાયબ્રેરીમાં જે ગ્રંથો અને લિપિઓ સચવાયેલી પડી છે તે અંગ્રેજીફ્રેંચજર્મનસ્પેનિશ અને જાપાની ભાષામાં પણ ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં 3.6 લાખ ફોર્મૂલેશન ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે જે પૈકી જામનગરમાં એક લાખથી વધુ થયાં છે.

આયુર્વેદની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વિશ્વના દેશોએ જોઇ છે અને તેનું અનુકરણ પણ કરી રહ્યાં છે. જ્ઞાનનો આ ખજાનો પ્રાણીઓ અને પક્ષીઓની જેમ લુપ્ત થાય તે પહેલાં તેને ડિજીટલ ફોર્મેશનનમાં લાવવામાં આવી રહ્યો છે જે આવનારી વિદ્યાર્થી પેઢીને અભ્યાસ તેમજ સંશોધનમાં ઉપયોગી સાબિત થશે.

 જામનગરની પાંડુલિપિઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાઓનું સંચાલન કરવા સક્ષમ છે. સમગ્ર દેશમાં દુર્લભ એવા આયુર્વેદિક ગ્રંથો તેમજ જૂના પુરાણા કાગળોને એકત્ર કરીને ડિજીટલ પ્રકાશનો બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 130 પાંડુ લિપિઓનું ડિજીટલાઇઝેશન થયું છે.

 નવી દિલ્હી સ્થિત આયુર્વેદિક વિજ્ઞાને પાડુંલિપિઓપ્રાચીન  પુસ્તકો અને અન્ય સ્ત્રોત કે જેમાં આયુર્વેદિક દવાઓ અને વનસ્પતિઓનું જ્ઞાન છે તેના પ્રસાર અને સંરક્ષણનું કામ હાથ પર લીધું છે જે પૈકી કેટલાક ગ્રંથો ડિજીટલ આવૃત્તિ રૂપે પુન પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે.

 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીજામનગર  ભારત ખાતે આવેલી શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધન કાર્યનું સંચાલન કરવામાં આવે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp