યુવાનોમાં ભારતીય વારસાનો પ્રેમ જગાવવા પદ્મભૂષણ કલાકારો પરફોર્મ કરશે

PC: khabarchhe.com

આજના યુગમાં વિસરતી જતી ભારતીય સાંસ્કૃતિક કલાને પ્રોત્સાહન આપવા માટે સુરતની ડુમસ ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે SPIC MACAY ગુજરાત સ્ટેટ કન્વેન્શન 2019નું આયોજન કરાયું છે. સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમંગ્સ્ટ યુથના સહયોગથી 13 અને 14 એપ્રિલના રોજ સવારે 8 કલાકે બે દિવસીય કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. જેમાં કોઇપણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમમાં 19 સ્કૂલના આશરે 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લેશે

આ કોન્કલેવમાં ભારતીય સાંસ્કૃતિક કલાના કેટલાક સ્વરૂપો બતાવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતના વારસાના વિવિધ પાસાઓ અંગે જાણકારી પ્રદાન કરીને શિક્ષણની ગુણવતામાં વધારો કરવાનો તેમજ ક્લાસિકલ મ્યુઝિક, ડાન્સ અને આર્ટ, ફિલ્મ સ્ક્રિનિંગ, યોગ અને મેડિટેશન, સ્કોલર્સ ટોક તથા હોલિસ્ટિક ફૂડ જેવા ક્ષેત્રોમાં પર્ફોર્મન્સ અને વર્કશોપ દ્વારા યુવાનોને જાગૃત કરવાનો છે. આ કોન્કલેવમાં ધ્રુપદ ચિંતન ઉપાધ્યાય (હિંન્દુસ્તાની ક્લાસિકલ વોકલના નિષ્ણાંત), ક્લાશ્રી ઐશ્વર્યા વોરિયર (મોહિનીયત્તમ ડાન્સર), ગંગુબાઇ અમાલિયા (ભીલ પિથોરા પેઇન્ટિંગ આર્ટિસ્ટ), ચંદ્રકાંત મહાલા (વર્લી પેઇન્ટિંગ આર્ટિસ્ટ) અને પદ્મભૂષણ ડો. એન. રાજમ ( હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક-વાયોલીન) ભારતનો વારસો અને કલાના સ્વરૂપોની રજૂઆત કરશે. SPIC MACAYના સ્થાપક ડો. કિરણ શેઠ 13 એપ્રિલના રોજ વક્તવ્ય આપશે. જ્યારે 14 એપ્રિલના રોજ શહેરમાં SPIC MACAYના સ્વયંસેવકો સાથે સંવાદ અને વિદ્યાર્થીઓને મોડ્યુલની સમજની આપશે. જેનો ઉદ્દેશ્ય ભારતીય ક્લાસિકલ મ્યુઝિક અંગે સમજણ આપવાનો તથા યોગ અને મ્યુઝિક જેવી રસપ્રદ બાબતો વિશે શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા માહિતી આપવાનો છે. આ ઉપરાંત 'મેકિંગ ઓફ મહાત્મા' ફિલ્મ દેખાડાશે. 14 એપ્રિલ સાંજે 6 કલાકે કાર્યકમની પૂર્ણાહૂતિ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp