Video: વૃદ્ધ મહિલા બની એક વ્યક્તિએ મોનાલિસા પેઈન્ટિંગને બગાડવાનો કર્યો પ્રયત્ન

PC: twitter.com

પેરિસના લૌવરે મ્યુઝિયમમાં રાખવામાં આવેલી મોનાલિસાની પેઇન્ટિંગને ખરાબ કરવા માટે એક વ્યક્તિ મહિલાના રૂપમાં આવ્યો હતો. તેણે બુલેટપ્રૂફ કાચની પાછળ રહેલી આ પેઇન્ટિંગને બગાડવાની કોશિશ કરી હતી. પરંતુ, પેઇન્ટિંગને કોઈ નુક્સાન નથી થયુ. ફ્રાન્સમાં રાખેલી મહાન પેઇન્ટર લિયોનાર્ડો ધી વિંચીના પેઇન્ટિંગને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાંડ કરનાર વ્યક્તિને અરેસ્ટ પણ કરી લેવામાં આવ્યો છે.

રવિવારે એક વૃદ્ધ મહિલાના વેશમાં વ્હીલચેર પર મ્યુઝિયમમાં દાખલ થયેલા 36 વર્ષનો વ્યક્તિ મોનાલિસાની પેઇન્ટિંગ પાસે જઈને થોડી વાર ત્યાં જ અટકી ગયો હતો. થોડી વાર રહીને તે વ્હીલચેર પરથી ઉઠ્યો હતો અને પોતાની સાથે લાવેલી કેકને તેણે મોનાલિસાની પેઇન્ટિંગ તરફ ફેંકી હતી. જોકે આ કેક પેઇન્ટિંગની સિક્યોરિટી માટે રાખવામાં આવેલા બુલેટ પ્રૂફ કાચને ક્રોસ નહોતી કરી શકી. કેકનો કેટલોક ભાગ કાચ પર જઈને ચિપકી ગયો હતો અને થોડી કેક ત્યાં જ જમીન પર પડી ગઈ હતી. આમ કર્યા બાદ તે પૃથ્વી વિશે વિચાર કરવા માટે મોટા મોટા અવાજથી લોકોને કહેવા લાગ્યો હતો.

આ આકસ્મિક ઘટનાને પગલે મ્યુઝિયમમાં દોડધામ થઈ ગઈ હતી. માનસિક રૂપથી બીમાર હોય એવી વ્યક્તિને થોડી જ સેકન્ડમાં પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે આ વ્યક્તિની ઓળખ હજી સુધી છતી નથી કરી. થોડીવારમાં કાચને સાફ કરી નાંખવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ લેવામાં આવી હતી.

રહસ્યમય સ્માઇલવાળી મોનાલિસાની પેઇન્ટિંગને 500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. મ્યુઝિયમમાં આવેલા કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો હતો અને એને ઇન્ટરનેટ પર પોસ્ટ પણ કરી દીધો હતો. વીડિયો પરથી જાણવા મળ્યું છે કે, મોનાલિસાની પેઇન્ટિંગે ખરાબ કરવા પહેલાં એ વ્યક્તિએ મ્યુઝિયમની ગેલેરીમાં ગુલાબના ફૂલ પણ ફેંક્યા હતા.

આવું પહેલીવાર નથી થઈ રહ્યું જ્યાં કેટલાક બદમાશો દ્વારા મોનાલિસાની પેઇન્ટિંગને ખરાબ કરવાનો કોશિશ કરવામાં આવી હોય. લૈડબીબલ મુજબ 1956માં એક વ્યક્તિએ પેઇન્ટિંગને એસિડમાં ડુબાડવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પેઇન્ટિંગનો નીચેનો ભાગ ખરાબ થઈ ગયો હતો. આ ઘટના બાદ મોનાલિસાને બુલેટપ્રૂફ પ્રોટેક્શનમાં રાખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp