26th January selfie contest

ગુજરાતના એ 3000 વર્ષ ક્યાં ગયા, જેનો કોઈ ઇતિહાસ નથી

PC: khabarchhe.com

ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જોઇએ તો ભગવાન શ્રીકૃષ્ણના શાસન પછી અંધકાર છવાયેલો હતો. એ 3000 વર્ષ ક્યાં ગયા તે કોઈને ખબર નથી, જો કે ગુજરાતનો ઇતિહાસ 917ની સાલથી અસ્તિત્વ ધરાવી રહ્યો છે જે ઇતિહાસના પાને કંડારાયેલો છે. પ્રાચીન સમયમાં ગુજરાતના એક નહીં અનેક નામો હતા. ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવતો હતો જેનો ઇતિહાસ મોજૂદ છે.

ઇતિહાસના પાને કોતરાયેલા અલગ ગુજરાતના પ્રણેતાઓએ કેટલી વેદના સહન કરી છે. મહારાષ્ટ્રનું ચાલ્યું હોત તો આજે ડાંગનો પ્રદેશ કદાચ મહારાષ્ટ્રમાં હોત. એવી જ રીતે મહાગુજરાતની ચળવળ વખતે જો ગુજરાતના લોકનાયકોનું ચાલ્યું હોત તો મુંબઇ અને માઉન્ટ આબુ ગુજરાતનો હિસ્સો બન્યો હોત.પરંતુ દૂરંદેશી લોકોએ લોહી રેડ્યા વિના અલગ ગુજરાત આપીને છ કરોડની જનતાના સુખ-શાંતિને કાયમ રાખ્યા છે.

ગુજરાતના પોતાના સામ્રાજ્યનો એક આગવો ઇતિહાસ છે. આનર્ત રાજાનો પુત્ર રેવત કુશસ્થલી-આજની દ્વારકાનો શાસક હતો. ભગવાન શ્રીકૃષ્ણએ કંસના વધ પછી વ્રજ છોડીને સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્થલીનો જીર્ણોદ્વાર કરાવી દ્વારિકા વસાવી હતી. કૃષ્ણના શાસન પછી ગુજરાના ઇતિહાસના પટ ઉપર અંધારપટ છવાયેલો રહ્યો છે.

3000 વર્ષના ગાળામાં શું બન્યું તેની કોઈને કશી ખબર નથી પરંતુ 319માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંન્દ્રગુપ્ત મૌર્યએ ચક્રવર્તીનો ધ્વજ ફરકાવ્યો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્યા હતા. મૈત્રક કાળ દરમ્યાન ભિલ્લમાલની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ તરીકે ઓળખાતો હતો.

પ્રાચીન ગુજરાતના યુગ આ પ્રમાણે છે.

  • પ્રાગૈતિહાસિક યુગ
  • મહાભારત યુગ
  • મૌર્ય યુગ
  • અનુ-મૌર્ય યુગ
  • ગુપ્ત યુગ
  • મૈત્રક યુગ
  • મૈત્રકોના સમકાલીન રાજ્યો
  • અનુ-મૈત્રક યુગ
  • સોલંકી યુગ
  • વાઘેલા – સોલંકી યુગ

વનરાજ ચાવડાના સમયમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ-પાટણમાં સ્થપાઇ હતી. ઇતિહાસ લાંબો છે પરંતુ તેને પ્રાચીન, મધ્યકાલિન અને આધુનિક યુગમાં વહેંચવામાં આવેલો છે. આધુનિક યુગ એટલે 1857 કે જ્યારે અંગ્રેજો શાસનમાં હતા.

પુરાતત્વવિદોના સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષણ યુગ, મધ્ય પાષણ યુગ અને નુતન પાષણ યુગમાંથી પસાર થયું હશે.

સાબરમતી, મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયા છે. ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાની સાથે શહેરોનો વિકાસ થયો હતો.

કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશોનો કોઈ ઉલ્લેખ મળતો નથી, મહાભારત કાળમાં જુદા જુદા અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે. શર્યાતી ના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉતારના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ ‘આનર્ત’ કહેવાયો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp