ભરતનાટ્ટયમ અને કથકલીને બુલંદીઓ સુધી પહોંચાડનાર મૃણાલિની સારાભાઈ

PC: squarespace.com

પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મભૂષણ મૃણાલિની સારાભાઈની આજે 100મી જન્મજયંતી છે. તેઓ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને જાણીતા ભૌતીક વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પત્ની હતા. મૃણાલિનીને અમ્મા નામથી ઓળખવામાં આવતાં હતાં.

મૃણાલિની સારાભાઈનો જન્મ 11 મે, 1918ના રોજ કેરળમાં થયો હતો. તેમના માતા પૂર્વ સાંસદ અમ્મુ સ્વામીનાથન દર્પણા એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંસ્થાપક હતાં.

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને ભૌતિક વિજ્ઞાની વિક્રમ સારાભાઈ સાથે તેમણે 1942ના વર્ષમાં લગ્ન કર્યા હતાં.

મૃણાલિની સારાભાઈની પુત્રી મલ્લિકા સારાભાઈ પણ એક પ્રસિદ્ધ નૃત્યાંગના છે.

મૃણાલિની સારાભાઈએ 18000થી પણ વધુ વિદ્યાર્થીઓને ભરતનાટ્ટયમ અને કથકલીની તાલિમ આપી છે.

ભરતનાટ્ટયમ અને કથકલીની શૈલીમાં મહારત હાંસલ કરનાર મૃણાલિનીને નૃત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે પદ્મભૂષણ અને પદ્મશ્રી સિવાય ઘણાં ઍવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

મૃણાલિની સારાભાઈએ શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરની છત્રછાયામાં શિક્ષા મેળવી હતી. નાટક કલામાં અમેરિકન કલા અકાદમીમાં થોડો સમય અધ્યયન કર્યા પછી મૃણાલિની સારાભાઈ ભારત પરત ફરી ગયા હતાં અને તેમણે ભરતનાટ્ટયમના પ્રશિક્ષણનો આરંભ કરી દીધો હતો.

મૃણાલિની સારાભાઈએ ભારત પરત ફરીને પ્રસિદ્ધ નૃત્યાંગના મીનાક્ષી સુંદરમ પિલ્લઈ પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે દક્ષિણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને પૌરાણિક ગુરુ થાકાજી કૂંચુ કુરુપ પાસેથી કથકલીના શાસ્ત્રીય નૃત્ય-નાટકમાં પ્રશિક્ષણ મેળવ્યું હતું.

વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈને એક દીકરો અને એક દીકરી છે. દીકરો કાર્તિકેય સારાભાઈ સેન્ટર ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશનનો સંસ્થાપક છે અને દીકરી મલ્લિકા સારાભાઈ નૃત્યના ક્ષેત્રમાં જ કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp