આ નવું આવ્યું-ગુજરાતમાં હવે યોજાઇ રહ્યું છે રૂપિયાની થીમ પર કવિ સંમેલન

PC: khabarchhe.com

દેશભરમાં કવિ સંમેલનો યોજાતા રહે છે પણ 22મી જાન્યુઆરીએ બારડોલી ખાતે ફાઇનાન્સ થીમ પર એક અનોખું કવિ સંમેલન યોજાશે. ફાઇનાન્સ થીમ પર યોજાનારું આ દેશનું સર્વ પ્રથમ કવિ સંમેલન હશે. આ કવિ સંમેલનમાં રજૂ થનારી પ્રત્યેક કવિતાઓ ફાઇનાન્સ થીમ પર જ હશે-એટલે કે કવિ સંમેલનમાં હાજર રહેનાર કવિઓ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી, રિઅલ એસ્ટેટ, પોર્ટ ફોલિયો, એસ.આઇ.પી વિશે રજૂ કરશે.

‘શબ્દોની એસ.આઇ.પી’ શીર્ષક સાથે રજૂ થનારા આ કવિ સંમેલનમાં ગુજરાતી ભાષાનાં જાણીતા કવિઓ ડો.મુકુલ ચોક્સી, અંકિત ત્રિવેદી અને કિરણસિંહ ચૌહાણ કવિતાઓ રજૂ કરશે.
આયોજક અમિત મહેતા કહે છે કે-કવિતાઓ હંમેશા પ્રેમી, પ્રેમિકા, ઇશ્વર કે પ્રકૃતિ પર જ શું કામ લખાય? કવિતામાં દરિયો, નદી, ઝરણાં, પ્હાડ જેવાં પ્રતીકો જ શું કામ આવે? આ વિચાર સાથે ફાઇનાન્સ થીમ પર કવિ સંમેલન યોજવાનો વિચાર આવ્યો. ફાઇનાન્સ એ આપણાં માટે રોજ-બરોજનો પ્રશ્ન છે. પૈસા કમાવા અને પૈસા રોકવા-આ બેઉ પ્રવૃત્તિ માણસ આખી જીંદગી કરતો રહે છે. આ બંને એની જીંદગીનાં અગત્યનાં ફેક્ટર છે.

જો આ વિષય પર પણ કવિતા લખવામાં આવે તો ફાઇનાન્સ સેક્ટરને સમજવું થોડું વધારે સહેલું થઇ પડે. રચનાત્મક રીતે આ સેક્ટરને સમજી શકાય. આ કવિ સંમેલન 22મી જાન્યુઆરીએ રાત્રે 8.30 કલાકે સિનિયર સિટીઝન હોલ, વલ્લભવાડી, બારડોલી ખાતે યોજાશે. આ કવિ સંમેલનને માણવા માટે આમંત્રણ પત્રિકાની જરૂર નથી. કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp